પાકના કેપ્ટન સરફરાઝને ડર, એકલો પાકિસ્તાન પાછો જવાનો નથી!

પાકના કેપ્ટન સરફરાઝને ડર, એકલો પાકિસ્તાન પાછો જવાનો નથી!

ભારત સામે શરમજનક પરાજય પછી સરફરાઝ ખેલાડીઓ સાથે વાત કરતા ઘણો ભાવુક થઈ ગયો

 • Share this:
  વર્લ્ડ કપ 2019માં ભારત સામે થયેલા કારમાં પરાજય પછી પાકિસ્તાનની ટીમમાં ખલબલી મચી ગઈ છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરો ટીમની ટિકા કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાનના પ્રશંસકો પણ ઘણા ગુસ્સામાં છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન સરફરાઝની તો ઘણી ટિકા કરવામાં આવી રહી છે.

  હવે સરફરાઝનું એવું નિવેદન સામે આવ્યું છે જેનાથી જાણ થાય છે કે ભારત સામે પરાજય પછી પાકિસ્તાનમાં પાછા ફરવાને લઈને તે કેટલો ગભરાયેલો છે. આ વાત તેણે ટીમના સાથી ખેલાડીઓ સાથે કરેલી વાતચીતમાં કહી હતી.

  પાકિસ્તાનમાં પ્રશંસકોના સરફરાઝ ઉપર ઘણા નારાજ છે. સરફરાઝે ટીમના સાથી ખેલાડીઓેને ચેતવણી આપતા કહ્યું છે કે જો ટીમ વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન યથાવત્ રાખશે તો ખેલાડીઓ યાદ રાખે કે હું એકલો પાકિસ્તાન જવાનો નથી પણ આખી ટીમે લોકોની નારાજગીનો સામનો કરવો પડશે.

  આ પણ વાંચો - 1992 થી 2019 : આવી રીતે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું

  સરફરાઝે કહ્યું - પ્રદર્શનનું સ્તર ઉઠાવે ટીમ
  પાકિસ્તાન મીડિયા સંસ્થાન thenews.com.pkના મતે સરફરાઝે ભારત સામે પરાજય પછી ખેલાડીઓ સાથે વાત કરી હતી અને તેમને કહ્યું હતું કે તેઓ પ્રદર્શનનું સ્તર સુધારે અથવા લોકોની નારાજગીનો સામનો કરવા માટે તૈયાર રહે. કહેવાઈ રહ્યું છે કે આ શરમજનક પરાજય પછી સરફરાઝ ખેલાડીઓ સાથે વાત કરતા ઘણો ભાવુક થઈ ગયો હતો અને કહ્યું હતું કે જો બધુ ઠીક થશે તો બરાબર નહીં તો પાકિસ્તાન હું એકલો જઈશ નહીં. બધાએ આ ખરાબ પ્રદર્શનની જવાબદારી લેવી પડશે. જો કોઈ વિચારી રહ્યું છે કે ફક્ત હું જ પાકિસ્તાન પરત ફરીશ તો તે મુર્ખામી છે. ભગવાન ન કરે જો કશું દૂર્ભાગ્યપૂર્ણ થાય તો પાકિસ્તાન જનાર હું એકલો નથી
  Published by:Ashish Goyal
  First published: