Home /News /sport /

હેટ્રિક લીધા હોવા છતાંય શમીને ટીમ ઈન્ડિયામાં નથી ઈચ્છતો સચિન!

હેટ્રિક લીધા હોવા છતાંય શમીને ટીમ ઈન્ડિયામાં નથી ઈચ્છતો સચિન!

અફઘાનિસ્તાન સામે શમીએ હેટ્રિક લીધી હતી.

મોહમ્મદ શમીને બદલે ભુવનેશ્વર કુમારને કેમ વધુ પસંદ કરે છે માસ્ટર બ્લાસ્ટર?

    ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને હરાવ્યા છે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયા એમ પણ મેચ હાર્યુ નથી. હવે વિરાટ એન્ડ કંપનીની આગામી ટક્કર વેસ્ટ ઇન્ડિઝ સામે ગુરુવારે થશે. જોકે, આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાની સામે એક સમસ્યા ઊભી થઈ ગઈ છે. સમસ્યા એ છે કે ભુવનેશ્વર કુમાર ફિટ થઈ ગયો છે અને સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાનની વિરુદ્ધ મુકાબલામાં હેટ્રિક લેનારા મોહમ્મદ શમીના સ્થાને તેને તક આપશે? આ સમસ્યા પર સચિન તેંડુલકરે પોતાનો મત રજૂ કર્યો છે અને તેના મુજબ ભુવનેશ્વર કુમારને તરત પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવો જોઈએ.

    સચિને કરી ભુવીની વકાલત

    સચિને સ્ટાર સ્પોર્ટ્સ સાથેની ખાસ વાતચીતમાં કહ્યું કે જો ભુવનેશ્વર કુમાર ફિટ થઈ ગયો છે તો તેને તરત પ્લેઇંગ ઇલેવનમાં તક આપવી જોઈએ. સચિને કહ્યું કે, શમી માટે મને અફસોસ છે પરંતુ હું ભુવનેશ્વર કુમારને પસંદ કરીશ કારણ કે તે આ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાના પહેલા સીમર તરીકે રમી રહ્યો છે. સચિને ભુવનેશ્વરને વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ પસંદ કરવાનું કારણ પણ જણાવ્યું. સચિન મુજબ, ક્રિસ ગેલના કારણે હું ભુવનેશ્વર કુમારને પ્લેઇંગ ઇલેવનમાં જોવા માંગીશ. સચિને કહ્યું કે, હું ભુવનેશ્વર કુમારને પસંદ કરીશ ખાસ કરીને વેસ્ટઇન્ડિઝની પાસે ક્રિસ ગેલ છે. આપને તેની વિરુદ્ધ બોલને બહાર લઈ જનારો બોલર જોઈએ. ભુવનેશ્વર બોલને આઉટ સ્વિંગ કરવામાં માહેર છે.

    સચિને શમી કરતાં ભુવીને વધુ મજબૂત બોલર ગણાવ્યો છે.


    વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ ભુવનેશ્વરનો સારો રેકોર્ડ

    આપને જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમારે વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ 15 મેચોમાં 15 વિકેટ લીધી છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ તેનો રેકોર્ડ 29 રન આપીને 3 વિકેટ છે. વનડેમાં ભુવીએ ગેલને 4 મેચોમાં 2 વાર આઉટ કર્યો છે. ગેલ ભુવીની સામે રન નથી કરી શકતો અને દબાણમાં બીજા બોલર્સને પણ પોતાની વિકેટ આપી દે છે. એવામાં સચિનની વાતમાં દમ તો છે પરંતુ હવે ટીમ ઈન્ડિયા શું વિચારે છે તે જોવાનું રહેશે.

    આ પણ વાંચો, CWC19: કોહલી ઈંગ્લેન્ડમાં સદી કેમ ફટકારી નથી શકતો?
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bhuvneshwar kumar, ICC Cricket World Cup 2019, Mohammed Shami, Team india, વિરાટ કોહલી, સચિન તેંડુલકર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन