રોહિતે ચહલની તસવીર પર કરી અજબ કોમેન્ટ : તારા ચહેરાથી જૂતા મોટા છે

રોહિત શર્મા અને યુજવેન્દ્ર ચહલ (ફાઇલ ફોટો)

યુજવેન્દ્ર ચહલે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી તસવીર પર રોહિતની કોમેન્ટથી પ્રશંસકો થયા ખુશ

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાએ જોરદાર પ્રદર્શન કરી સેમીફાઇનલમાં એન્ટ્રી કરી દીધી છે. ભારતને પોતાની અંતિમ લીગ મેચ શનિવારે શ્રીલંકાની વિરુદ્ધ રમવાની છે. આ દિવસે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પણ મેચ રમાશે, ત્યારબાદ સેમીફાઇનલના મુકાબલા નક્કી થશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં પહોંચ્યા બાદ આરામ કરી રહી છે. તમામ પ્લેયર લીડ્સમાં ફરી રહ્યા છે. બીજી તરફ રોહિત શર્મા પત્ની રિતિકા અને દીકરી સમાયરાની સાથે સમય પસાર કરી રહ્યો છે. રજાઓ માણી રહેતા રોહિત શર્માએ યુજવેન્દ્ર ચહેલ પર અચરજમાં મૂકે એવી કોમેન્ટ કરી છે. રોહિત શર્માએ યુજવેન્દ્ર ચહલની તસવીર પર લખ્યું- જૂતા તારા ચહેરાથી મોટા લાગી રહ્યા છે.

  મૂળે, યુજવેન્દ્ર ચહલે પોતાના ઇન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર એક પ્રમોશનલ ફોટો શેર કર્યો હતો જેમાં તે એક બ્રાન્ડને એન્ડોર્સ કરી રહ્યો હતો, તેની પર રોહિતે તેની પર ફની કોમેન્ટ કરી. પ્રશંસકોને રોહિતની આ કોમેન્ટ ખૂબ પસંદ આવી. એવું પહેલીવાર નથી કે રોહિતે ચહલના ફોટો પર આવી ફની કોમેન્ટ કરી હોય. ચહલ પણ રોહિતના ફોટો પર ફની કોમેન્ટ કરતો જોવા મળે છે.

  યુજવેન્દ્ર ચહલની ઈન્સ્ટ્રાગ્રામ પોસ્ટ


  રોહિતનું ધમાકેદાર પ્રદર્શન, ચહલ પણ અસરદાર

  આમ તો, આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની વાત કરીએ તો રોહિત શર્મા જોરદાર ફોર્મમાં છે. રોહિતે ચાર સદી ફટકારી છે. તેણે પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે સદી ફટકારી છે. રોહિત હાલ વર્લ્ડ કપમાં સૌથી વધુ 544 રન કરી ચૂક્યો છે, તેની સરેરાશ 91થી વધુ છે.

  રોહિત શર્મા


  બીજી તરફ, ચહલે અત્યાર સુધી 7 મેચોમાં 11 વિકેટ લીધી છે, જોકે તે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર આપનારા બોલરની યાદીમાં બીજા નંબરે છે. ચહલની અત્યાર સુધી 13 સિક્સર આપી ચૂક્યો છે, તેનાથી આગળ રાશિદ ખાન છે જેણે કુલ 14 સિક્સર આપી છે.

  આ પણ વાંચો, ઇંગ્લેન્ડમાં વિરાટ-અનુષ્કા ફરવા નીકળ્યા, શેર કરી મસ્તીભરી તસવીરો
  Published by:Mrunal Bhojak
  First published: