રવીન્દ્ર જાડેજા સાથે ઉભો રહ્યો સચિન તેંડુલકર, આપ્યું આવું નિવેદન

News18 Gujarati
Updated: July 8, 2019, 9:52 PM IST
રવીન્દ્ર જાડેજા સાથે ઉભો રહ્યો સચિન તેંડુલકર, આપ્યું આવું નિવેદન
રવીન્દ્ર જાડેજા સાથે ઉભો રહ્યો સચિન તેંડુલકર, આપ્યું આવું નિવેદન

સેમિ ફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાના અંતિમ-11 ખેલાડી કયા હશે તે જોવું રસપ્રદ રહેશે

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના સેમિ ફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયા મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના અંતિમ-11 ખેલાડી કયા હશે તે જોવું રસપ્રદ રહેશે. ઇન્ડિયાએ પોતાની અંતિમ લીગ મેચમાં યુજવેન્દ્ર ચહલના સ્થાને રવીન્દ્ર જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં તક આપી હતી. જાડેજાએ શાનદાર બોલિંગ કરતા 10 ઓવરમાં 40 રન આપી 1 વિકેટ ઝડપી હતી. હવે સવાલ એ છે કે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં કઇ પ્લેઇંગ ઇલેવન સાથે ઉતરશે?

સચિને આપી આવી સલાહ
સેમિ ફાઇનલ મુકાબલા પહેલા સચિન તેંડુલકરે સલાહ આપી છે કે ટીમ ઇન્ડિયાએ મોહમ્મદ શમી અને જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં તક આપવી જોઈએ. ઇન્ડિયા ટુડે સાથેની ખાસ વાતચીતમાં સચિને કહ્યું હતું કે હું ટીમ મેનેજમેન્ટ સામે જાડેજાને સેમિ ફાઇનલમાં તક આપવાની વાત રાખવા માંગીશ. જો દિનેશ કાર્તિક નંબર 7 ઉપર બેટિંગ કરશે તો તે પોઝિશન પર જાડેજા સારો ઓપ્શન રહેશે. મોટા મુકાબલામાં તમારે કવર રાખવા પડશે, કારણ કે આપણે ફક્ત 5 બોલરો સાથે રમી રહ્યા છીએ.સચિન તેંડુલકર એમ પણ ઇચ્છે છે કે મોહમ્મદ શમીને ન્યૂઝીલેન્ડ સામે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળવું જોઈએ.

આ પણ વાંચો - ધોની માટે મારા મનમાં ઘણું સન્માન, તેણે જે કર્યું તે સ્પેશ્યલ છે : વિરાટ કોહલી

 

શમી અત્યાર સુધી વર્લ્ડ કપમાં 14 વિકેટ ઝડપી ચૂક્યો છે. શ્રીલંકા સામે શમીને આરામ આપવામાં આવ્યો હતો. જોકે માન્ચેસ્ટર મેદાન ઉપર શમી ઘાતક સાબિત થઈ શકે છે. શમીએ માન્ચેસ્ટરમાં વિન્ડીઝ સામે 16 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

સચિન ઇચ્છે છે આવી પ્લેઇંગ ઇલેવન - લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, હાર્દિક પંડ્યા, એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ.
First published: July 8, 2019, 6:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading