આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયા સેમિ ફાઇનલમાં પહોંચી ગઈ છે. જોકે અત્યાર સુધી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને એકપણ મેચમાં રમવા તક મળી નથી. બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન જ્યારે કોમેન્ટેટર્સ જાડેજાને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવાની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે સંજય માંજરેકરે કહ્યું હતું કે હું જાડેજા જેવા ખેલાડીને પસંદ કરતો નથી જે થોડી બેટિંગ અને બોલિંગ કરે છે. સંજય માંજરેકરની આ વાતથી જાડેજાને ગુસ્સો આવ્યો હતો અને સંજય માંજરેકરને ટ્વિટ કરીને જડબાતોડ જવાબ આપ્યો હતો.
જાડેજાએ સખત શબ્દોમાં સંજય માંજરેકરને જવાબ આપતા કહ્યું હતું કે આમ છતા મેં તમારા કરતા ડબલ મેચો રમી છે અને હું હજુ પણ રમી રહ્યો છું. બીજા લોકોએ જે મેળવ્યું છે તેની ઇજ્જત કરતા શીખો. મેં તમારી ફાલતું વાતો ઘણી સાંભળી છે.
ઉલ્લેખનીય છે કે સંજય માંજરેકરે 37 ટેસ્ટ અને 74 વન-ડેમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
વિવાદોમાં છે માંજરેકર
સંજય માંજરેકર પોતાની ટિપ્પણીઓના કારણે ટિકાઓનો સામનો કરી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ દરમિયાન સંજય માંજરેકર પ્રશંસકોના નિશાને હતો. પ્રશંસકો તેને કોમેન્ટ્રીમાંથી હટાવવાની માંગણી કરી રહ્યા છે. મોટાભાગનો લોકો માંજરેકરની કોમેન્ટથી ગુસ્સામાં હતા.
Still i have played twice the number of matches you have played and i m still playing. Learn to respect ppl who have achieved.i have heard enough of your verbal diarrhoea.@sanjaymanjrekar
ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ પણ પોતાના ટ્વિટથી માંજરેકર ઉપર કટાક્ષ કર્યો હતો. તેણે લખ્યું હતું કે ધોની આઉટ થયો ત્યારે ખેલાડીઓ કરતા વધારે ખુશ સંજય માંજરેકર જોવા મળતો હતો. સૌરવ ગાંગુલીએ પણ ટ્વિટ કરીને સંજય માંજરેકર ઉપર નિશાન સાધ્યું હતું કે તે ચર્ચામાં રહેવા માટે નેગેટિવ વાતો કરે છે.
માંજરેકરની થઈ છે ફરિયાદ
થોડા દિવસો પહેલા એક પ્રશંસકે સંજય માંજરેકર સામે આઈસીસીમાં પણ ફરિયાદ કરી હતી. જેમાં તેની ઉપર પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ કરનાર વ્યક્તિ આ સંબંધમાં આઈસીસીના મુખ્યાલયમાં ચિઠ્ઠી મોકલી છે.
ચિઠ્ઠીમાં લખ્યું છે કે આઈસીસી! ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી મારું અભિવાદન સ્વિકાર કરો. ક્રિકેટમાં વર્લ્ડ કપમાં તમારા કોમેન્ટ્રી પેનલમાં સામેલ સંજય માંજરેકર વિશે થોડો ફિડબેક આપવો છે. મને તે કોમેન્ટ્રી દરમિયાન પુરી રીતે પક્ષપાતી અને અનપ્રોફેશનલ જોવા મળ્યા છે. સાથે તે પોતાની ઘણી વાતો કરે છે. આ સિવાય શાનદાર વર્લ્ડ કપની આશા છે. ધન્યવાદ
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર