રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં ફક્ત 2 મેચ રમીને નંબર 1 વન બન્યો

News18 Gujarati
Updated: July 10, 2019, 5:27 PM IST
રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં ફક્ત 2 મેચ રમીને નંબર 1 વન બન્યો
રવીન્દ્ર જાડેજા વર્લ્ડ કપમાં ફક્ત 2 મેચ રમીને નંબર 1 વન બન્યો

જાડેજા વર્તમાનમાં સૌથી સારો ફિલ્ડર ગણાય છે અને તેણે આ વર્લ્ડ કપમાં ફક્ત બે મેચ રમીને સાબિત કર્યું છે

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં રવીન્દ્ર જાડેજા મોટાભાગની મેચમાં બેન્ચ ઉપર બેઠેલો જોવા મળ્યો હતો. જ્યારે તેને તક મળી ત્યારે તેણે પોતાની ઉપયોગિતા બતાવી હતી. શ્રીલંકા સામે પ્રથમ મેચ રમ્યા પછી જાડેજાને ટીમ ઇન્ડિયાએ સેમિ ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું હતું. તે સેમિ ફાઇનલમાં પોતાની બોલિંગ અને ફિલ્ડિંગથી છવાઈ ગયો હતો. તે આ વર્લ્ડ કપમાં રન રોકવાના મામલે નંબર વન બની ગયો છે.

સેમિ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન
મંગળવારે વરસાદના કારણે રોકાયેલી સેમિ ફાઇનલ મેચ જ્યારે બુધવારે શરુ થઈ તો મેદાનમાં જાડેજા છવાઇ ગયો હતો. જાડેજાએ 48મી ઓવરમાં રોસ ટેલરને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને ઝટકો આપ્યો હતો. 48મી ઓવરમાં બુમરાહના બોલ પર ટેલરે બે રન લેવાનો પ્રયત્ન કર્યો હતો, બોલ મિડવિકેટ તરફ ગયો હતો. જાડેજાએ બોલ પકડી તેજ થ્રો કરીને ટેલરને રન આઉટ કર્યો હતો.

આ પણ વાંચો - CWC19: ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બની તો આટલા કરોડનું ઈનામ મળશે!

જાડેજાનો જોરદાર કેચ
રન આઉટ પછી જાડેજાએ શાનદાર કેચ કરીને પ્રશંસકોના દિલ જીતી લીધા હતા. ભુવનેશ્વરના બોલર પર ટોમ લથામે મિડવિકેટ પર શોટ રમ્યો હતો. જાડેજાએ બાઉન્ડ્રી લાઇનની નજીક જબરજસ્ત કેચ કર્યો હતો.જાડેજા બન્યો નંબર 1
જાડેજા વર્તમાનમાં સૌથી સારો ફિલ્ડર ગણાય છે અને તેણે આ વર્લ્ડ કપમાં ફક્ત બે મેચ રમીને સાબિત કર્યું છે. જાડેજાએ 2 મેચમાં 41 રન બચાવ્યા છે, જે આ વર્લ્ડ કપમાં કોઇપણ ફિલ્ડર કરતા સૌથી સારું શાનદાર પ્રદર્શન છે. જાડેજા પછી માર્ટિન ગુપ્ટિલે 9 મેચમાં 32 રન બચાવ્યા છે.
First published: July 10, 2019, 5:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading