આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે પરાજય પછી ભારતીય ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ટીમ ઇન્ડિયા બહાર થયા પછી મહેન્દ્ર સિંહ ધોનીને સાતમાં નંબરે મોકલવાના નિર્ણય પર વિવાદ થયો હતો. સચિન, સૌરવ ગાંગુલી અને સુનીલ ગાવસ્કર સહિત ઘણા દિગ્ગજોએ આ નિર્ણયની ટિકા કરી હતી. હવે આ મુદ્દે ટીમના કોચ રવિ શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આ નિર્ણય આખી ટીમનો હતો. બધા આ નિર્ણયની સાથે હતા. શાસ્ત્રીએ કહ્યું હતું કે પ્રથમ વાત તો એ છે કે તેને નંબર 7 ઉપર મોકલવાનો નિર્ણય સાધારણ હતો. બીજી વાત એ હતી કે શું તમે ઇચ્છતા હતા કે ધોની જલ્દી આવે અને આઉટ થઈને પાછો ચાલ્યો આવે. તેના કારણે લક્ષ્યાંક સુધી પહોંચવાની આશા ખતમ થઈ જાત.
ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું હતું કે અમને ધોનીના અનુભવની જરુરત પાછળ હતી. તે ઓલટાઇમ શાનદાર ફિનિશર છે. તેને પહેલા ઉતારવો એક અપરાધ ગણાત. આખી ટીમ આ નિર્ણય ઉપર એકજુટ હતી.
ચાર નંબરના ક્રમાંક પર રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે - જો ભારતીય ટીમ પાસે નંબર 4 ઉપર મજબૂત બેટ્સમેન હોત તો પરિણામ કાંઈક અલગ આવી શક્યું હોત. ભારતીય ટીમને ચોથા ક્રમાંકે એક સોલિડ બેટ્સમેનની ખોટ પડી હતી. હવે આ ભવિષ્ય માટે કરવું પડશે. નંબર-4ના પોઝિશને અમને પરેશાન કર્યા, પણ અમે તેનું સમાધાન કાઢી શક્યા ન હતા. રાહુલ 4 નંબર હતો પણ શિખર ધવન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી વિજય શંકર પણ ઈજાગ્રસ્ત થયો હતો. અમે તેની ઉપર નિયંત્રણ કરી શક્યા નહીં.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર