Home /News /sport /બે મહિલા પ્રશંસક સાથે જોવા મળ્યા રવિ શાસ્ત્રી, તસવીર Viral

બે મહિલા પ્રશંસક સાથે જોવા મળ્યા રવિ શાસ્ત્રી, તસવીર Viral

બે મહિલા પ્રશંસક સાથે જોવા મળ્યા રવિ શાસ્ત્રી, તસવીર Viral

ફોટોમાં રહેલી બંને યુવતીઓ સેલિબ્રેશનના મૂડમાં જોવા મળે છે

આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાના મેચ સમચે સોશિયલ મીડિયા ઉપર ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં રવિ શાસ્ત્રી બે યુવતી સાથે જોવા મળી રહ્યા છે. શાસ્ત્રીના આ ફોટોને જોયા પછી ટ્રોલર્સ ટ્રોલ કરવા લાગ્યા છે. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત ટ્વિટર પર્સનાલિટી ડેનિસ ફ્રીડમેને લખ્યું છે કે લાગે છે કે ભારતની વર્લ્ડ કપની તૈયારી સારી ચાલી રહી છે.

ફ્રીડમેને મેચ પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીની તસવીર સોશિયલ મીડિયા ઉપર શેર કરી છે. જેમાં તે બે યુવતીઓ સાથે જોવા મળે છે. આ સિવાય એક પુરુષ પણ જોવા મળે છે. ફોટોમાં રહેલી બંને યુવતીઓ સેલિબ્રેશનના મૂડમાં જોવા મળે છે.એક અન્ય સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું છે કે મેદાન અને મેદાનની બહાર પણ રમી રહ્યા છે. એક યૂઝરે લખ્યું છે - ફાઇન લેગ પર ફિલ્ડિંગ.

આ પણ વાંચો - BCCIએ ટીમ ઇન્ડિયાના ઘરેલું સિઝનની કરી જાહેરાત, રાજકોટમાં રમાશે બે મેચો



અન્ય એક યૂઝરે લખ્યું છે કે તે બ્રિટનની ગોરી સાથે મળવાને લઇને ચિંતિત છે. એક પાકિસ્તાની પ્રશંસકે લખ્યું છે કે જો તમે રવિ શાસ્ત્રીને ઓળખતા નથી તો તમારે એક વખત ફરી અઝહર ફિલ્મ જોવી જોઈએ.

આનો જવાબ આપતા ભારતીય પ્રશંસકે લખ્યું છે કે તે પ્લે બોય વોર્નથી સારો છે. જેનો બે યુવતીઓ સાથેનો એસએમએસ લીક થઈ ગયો હતો.
First published:

Tags: ICC Cricket World Cup 2019, રવિ શાસ્ત્રી