14 મેચ પછી આવું છે વર્લ્ડ કપનું પોઇન્ટ ટેબલ, ભારત ત્રીજા સ્થાને

આ વર્લ્ડ કપમાં જો સૌથી વધારે નિરાશ કર્યા હોય તો તે દક્ષિણ આફ્રિકાની ટીમ છે

News18 Gujarati
Updated: June 10, 2019, 10:55 PM IST
14 મેચ પછી આવું છે વર્લ્ડ કપનું પોઇન્ટ ટેબલ, ભારત ત્રીજા સ્થાને
આ વર્લ્ડ કપમાં જો સૌથી વધારે નિરાશ કર્યા હોય તો તે દક્ષિણ આફ્રિકાની ટીમ છે
News18 Gujarati
Updated: June 10, 2019, 10:55 PM IST
આઈસીસી વર્લ્ડ કપમાં 14 મેચો રમાઈ ગઈ છે. આ દરમિયાન સૌથી શાનદાર પ્રદર્શન ન્યૂઝીલેન્ડનું રહ્યું છે. ન્યૂઝીલેન્ડે 3 મેચ રમ્યું છે અને ત્રણેયમાં વિજય મેળવી પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે. બીજી તરફ ભારતીય ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતા બંને મેચમાં જીત મેળવી છે. ભારત 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. જોકે હજુ વર્લ્ડ કપમાં ટીમોએ ઘણી મેચો રમવાની બાકી છે અને હાલ તો બધી જ ટીમો સેમિ ફાઇનલમાં પહોંચવાની તક છે.

દક્ષિણ આફ્રિકાએ નિરાશ કર્યા
આ વર્લ્ડ કપમાં જો સૌથી વધારે નિરાશ કર્યા હોય તો તે દક્ષિણ આફ્રિકાની ટીમ છે. દક્ષિણ આફ્રિકા ત્રણ મેચ રમ્યું છે અને ત્રણેય મેચમાં પરાજય થયો છે. ખાસ વાત એ છે કે દક્ષિણ આફ્રિકાનો બાંગ્લાદેશ સામે પણ પરાજય થયો છે. ત્રણ મેચમાં ત્રણ પરાજયના કારણે દક્ષિણ આફ્રિકાની સેમિ ફાઇનલમાં પહોંચવાની સંભાવના અત્યારથી જ ઓછી થઈ ગઈ છે.આ પણ વાંચો - હવે ન્યૂઝીલેન્ડને હરાવવાનું લક્ષ્યાંક, આવો છે ભારતીય ટીમનો કાર્યક્રમ

ટોચની ચાર ટીમો પહોંચશે સેમિ ફાઇનલમાં
Loading...

આઈસીસી વર્લ્ડ કપમાં ટોચની ચાર ટીમો સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે. એક ટીમ 9-9 મેચ રમશે. જેમાંથી પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં રહેનાર ટીમો સેમિ ફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિ ફાઇનલમાં સ્થાન માટે ઇંગ્લેન્ડ, ભારત, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડને દાવેદાર માનવામાં આવે છે.

(નોંધ - દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડીઝની મેચ પહેલાનું પોઇન્ટ ટેબલ)
First published: June 10, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...