આઈસીસી વર્લ્ડ કપમાં અત્યાર સુધી 23 મેચો રમાઈ ગઈ છે. આ દરમિયાન પોઇન્ટ ટેબલની વાત કરવામાં કરવામાં આવે તો અપેક્ષા પ્રમાણે ટોપ-4માં ટાઇટલની પ્રબળ દાવેદાર ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ છે. ભારત 4 મેચમાં 3 જીત અને 1 રદ સાથે 7 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ભારત હજુ સુધી આ વર્લ્ડ કપમાં એકપણ મેચ હાર્યું નથી. ભારત હવે 22 જૂનના રોજ અફઘાનિસ્તાન સામે ટકરાશે.
બાંગ્લાદેશે સરપ્રાઇઝ કર્યા
વર્લ્ડ કપમાં અત્યાર સુધીની મેચો પર નજર કરવામાં આવે તો બાંગ્લાદેશની ટીમે સરપ્રાઇઝ કર્યા છે. બાંગ્લાદેશની ટીમે સૌ પહેલા દક્ષિણ આફ્રિકાને હરાવી સનસનાટી મચાવી હતી. આ પછી વેસ્ટ ઇન્ડીઝ સામે 321 રનનો ટાર્ગેટ ફક્ત 41.3 ઓવરમાં મેળવીને બીજી ટીમો માટે ખતરાની ઘંટી વગાડી છે. બાંગ્લાદેશ હાલ પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે. આ પરથી તેના શાનદાર પ્રદર્શનનો અંદાજ લગાવી શકાય છે.