પાકિસ્તાન આ વર્લ્ડ રેકોર્ડ બનાવે તો જ પહોંચી શકે સેમિ ફાઇનલમાં

News18 Gujarati
Updated: July 5, 2019, 5:04 PM IST
પાકિસ્તાન આ વર્લ્ડ રેકોર્ડ બનાવે તો જ પહોંચી શકે સેમિ ફાઇનલમાં
પાકિસ્તાન આ વર્લ્ડ રેકોર્ડ બનાવે તો જ પહોંચી શકે સેમિ ફાઇનલમાં

સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ચમત્કારના ભરોસે બાંગ્લાદેશ સામે ઉતરેલી પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ પડાવ તો પાર કરી લીધો

  • Share this:
સેમિ ફાઇનલમાં પહોંચવા માટે ચમત્કારના ભરોસે બાંગ્લાદેશ સામે ઉતરેલી પાકિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ પડાવ તો પાર કરી લીધો છે. પાકિસ્તાને આ મુકાબલામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાન સામે વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પહોંચવા માટે હવે એક જ રસ્તા બચ્યો છે. જેમાં પાકિસ્તાન પ્રથમ બેટિંગ કરે અને તે 350 રન બનાવે તો તેણે બાંગ્લાદેશને 38 રનમાં ઓલઆઉટ કરવું પડશે. જો પાકિસ્તાનની ટીમ 400 રન બનાવે તો તેણે બાંગ્લાદેશને 84 રનમાં ઓલઆઉટ કરવું પડશે. વન-ડેમાં સૌથી વધારે રનથી જીતનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે છે. જેણે 2008માં આયરલેન્ડ સામે 290 રને વિજય મેળવ્યો હતો. જો પાકિસ્તાને સેમિ ફાઇનલમાં સ્થાન બનાવવું હશે તો તેણે આ વર્લ્ડ રેકોર્ડ બનાવવો પડશે.

વર્લ્ડ કપમાં પાકિસ્તાનનું પ્રદર્શન ચડ ઉતાર ભર્યું રહ્યું છે. પાકિસ્તાને 8 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. ત્રણમાં પરાજય થયો છે. એક મેચ વરસાદના કારણે રદ થઈ છે. તે પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને છે.

આ પણ વાંચો - શ્રીલંકા સામેની મેચમાં ટીમ ઇન્ડિયા આ ખેલાડીને આપી શકે છે આરામ

સેમિ ફાઇનલમાં ચાર ટીમો નક્કી
વર્લ્ડ કપ 2019માં સેમિ ફાઇનલની ચાર ટીમો લગભગ નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચ્યું અને આ પછી ભારતીય ટીમે અંતિમ ચારમાં સ્થાન બનાવ્યું હતું. ત્રીજા નંબરે ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં પહોંચ્યું હતું. ચોથી ટીમ તરીકે ન્યૂઝીલેન્ડે પણ લગભગ સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે.

9 જુલાઈથી સેમિ ફાઇનલ મુકાબલા
Loading...

વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલ 9 જુલાઈના રોજ માન્ચેસ્ટરમાં અને બીજી સેમિ ફાઇનલ 11 જુલાઈના રોજ બર્મિઘમમાં રમાશે. જ્યારે 14 જુલાઈને રવિવારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સના મેદાન પર ફાઇનલ રમાશે.
First published: July 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...