ઈંગ્લેન્ડના બદલે પાકિસ્તાન પહોંચશે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં?

News18 Gujarati
Updated: June 24, 2019, 7:50 AM IST
ઈંગ્લેન્ડના બદલે પાકિસ્તાન પહોંચશે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં?
ઈંગ્લેન્ડના સ્થાજે પાકિસ્તાન મેળવી શકે છે વર્લ્ડ કપ સેમીફાઇનલમાં સ્થાન, આ છે સમગ્ર સમીકરણ

સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાનની જીતથી ઈંગ્લેન્ડ પર મોટો ખતરો ઊભો થયો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં પાકિસ્તાને ભારત સામે મેચ હાર્યા બાદ જબરદસ્ત વાપસી કરી છે. લોર્ડ્સમાં રમાયેલા મુકાબલામાં સરફરાજ અહમદની ટીમે સાઉથ આફ્રિકાને એકતરફી અંદાજમાં 49 રનોથી હરાવી દીધું. પાકિસ્તાને પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 308 રન કર્યા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 259 રન જ બનાવી શકી. આ જીતની સાથે જ પાકિસ્તાનની ટીમ અચાનક સેમીફાઇનલની રેસમાં આવી ગઈ છે. પાકિસ્તાનની જીતથી ઇંગ્લેન્ડ પર મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. શક્ય છે કે તે મેજબાન ટીમને બહાર કરી સેમીફાઇનલમાં પહોંચી જાય. આવો આપને જણાવીએ કેવી રીતે?

વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચશે પાકિસ્તાન?

સાઉથ આફ્રિકાને હરાવતાં જ પાકિસ્તાનના 6 મેચમાં 5 પોઇન્ટ થઈ ગયા છે. જો પાકિસ્તાન પોતાની આગામી ત્રણેય મેચ જીતે છે તો તેનું સેમીફાઇનલમાં પહોંચવાની શક્યતા છે. પાકિસ્તાની ટીમ જો પોતાની બાકીની ત્રણેય મેચ જીતે છે તો તેના 11 પોઇન્ટ થઈ જશે. બીજી તરફ, પોઇન્ટ ટેબલમાં પાકિસ્તાની ઉપર શ્રીલંકાની ટીમ જો એક પણ મેચ હારે છે તો તેના વધુમાં વધુ 10 પોઇન્ટ જ થશે. બાંગ્લાદેશની ટીમ પણ જો એક પણ મેચ હારતી નથી તો તેના પણ 10 પોઇન્ટ થશે. બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ ટીમ ઈન્ડિયા સામે રમવાનું છે જેને હરાવવું આ બંને ટીમો માટે મુશ્કેલ છે.

પાકિસ્તાને સાઉથ આફ્રિકાને 49 રને હરાવ્યું


ઈંગ્લેન્ડની 3માંથી 2 હાર જરૂરી

પાકિસ્તાનને ઈંગ્લેન્ડની હારની દુઆ પણ કરવી પડશે. ઈંગ્લેન્ડને હજુ ત્રણ મેચ રમવાની છે, જો તે બેચ હારે છે તો પાકિસ્તાનનું સેમીફાઇનલમાં પહોંચવું સરળ થઈ જશે. પાકિસ્તાન માટે સારી વાત એ છે કે ઈંગ્લેન્ડને પોતાની બચેલી ત્રણેય મેચ ઓસ્ટ્રેલિયા, ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ રમવાની છે.આ પણ વાંચો, Pak vs SA: દક્ષિણ આફ્રિકા વર્લ્ડ કપમાંથી બહાર, પાકિસ્તાનની આશા જીવંત

પાકિસ્તાનને પોતાની આગામી ત્રણ મેચ ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાની છે. તેના માટે આ ત્રણેય મેચ જીતવી જરૂરી છે, એક મેચમાં હાર તેનું ટૂર્નામેન્ટથી પત્તું સાફ કરી શકે છે.
First published: June 24, 2019, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading