Home /News /sport /World Cup : પાકિસ્તાન ટીમ ટૉસ હારતા જ વર્લ્ડ કપની બહાર થઈ જશે

World Cup : પાકિસ્તાન ટીમ ટૉસ હારતા જ વર્લ્ડ કપની બહાર થઈ જશે

પાકિસ્તાનની ટીમ

ન્યૂઝીલેન્ડની હાર પછી હવે પાકિસ્તાનનું સેમીફાઇનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયું છે.

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની 41મી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે, ન્યૂઝીલેન્ડને એતરફથી અંદાજમાં 119 રનથી હાર આપી છે. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે સેમીફાઇનલમં પ્રવેશ મેળવી લીધો છે, તેની સાથે જ સેમીફાઇનલમાં પહોંચવાની પાકિસ્તાનની આશા પર પાણી ફરી વળ્યું છે. ન્યૂઝીલેન્ડની હાર પછી હવે પાકિસ્તાનનું સેમીફાઇનલમાં પહોંચવું લગભગ મુશ્કેલ બની ગયું છે. એવી હાલત છે કે ટૉસ જીતતા જ પાકિસ્તાનની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે. પાકિસ્તાનનું સેમીફાઇનલમાંથી બહાર થવું નક્કી છે ત્યારે અમે તમને સેમીફાઇનલનું ગણિત બતાવી રહ્યા છીએ.

બાંગ્લાદેશની પ્રથમ બેટિંગથી પાકિસ્તાન બહાર થશે!

પાકિસ્તાન અને બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ શુક્રવારે લોર્ડ્સમાં ટકરાશે, જ્યાં પાકિસ્તાનનું વર્લ્ડ કપમાંથી બહાર થવું નક્કી છે. હકીકતમાં મેચમાં પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ ટોસ હારી ગયો અને બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરશે તો તેની ટીમ વર્લ્ડ કપમાંથી બહાર થઈ જશે!



પાકિસ્તાન સામે સેમીફાઇનલમાં પહોંચવાનો એક રસ્તો છે પરંતુ તે લગભગ અશક્ય છે. પાકિસ્તાન જો પ્રથમ બેટિંગ કરીને 350 રન બનાવે અને બાંગ્લાદેશની ટીમને 38 રનમાં ઓલઆઉટ કરે તો આવું શક્ય છે. બીજું કે પાકિસ્તાનની ટીમ જો 400 રન બનાવે અને બાંગ્લાદેશની ટીમને 84 રનમાં ઓલઆઉટ કરી દે તો આવું થઈ શકે, પરંતુ આ શક્ય નથી.

સેમીફાઇનલમાં પહોંચી આ ટીમો

વર્લ્ડ કપની 41મી મેચ પછી ત્રણ ટીમ સેમીફાઇલમાં પહોંચી ગઈ છે. સૌપ્રથમ ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં એન્ટ્રી થઈ હતી. જે બાદમાં ભારતે બાંગ્લાદેશને હાર આપીને અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી. હવે ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હાર આપીને સેમીફાઇલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડનું પણ સેમીફાઇલમાં પહોંચવું લગભગ નક્કી જ છે, કારણ કે કોઈ ચમત્કાર થાય તો જ પાકિસ્તાનની ટીમ સેમીફાઇનલમાં પહોંચી શકે તેમ છે.
First published:

Tags: ICC Cricket World Cup 2019, Semifinal, ક્રિકેટ, પાકિસ્તાન