Home /News /sport /

ભારત સામે પરાજય પછી આત્મહત્યા કરવા માંગતા હતા પાકિસ્તાનના કોચ

ભારત સામે પરાજય પછી આત્મહત્યા કરવા માંગતા હતા પાકિસ્તાનના કોચ

ભારત સામે પરાજય પછી આત્મહત્યા કરવા માંગતા હતા પાકિસ્તાનના કોચ

આર્થરે કહ્યું - ભારત સામે પરાજય પછી ટિકાઓથી ટીમ ઘણી દુખી હતી પણ હવે ટીમ જોશથી ભરેલી છે

    આઈસીસી વર્લ્ડ કપ 2019માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યા પછી પાકિસ્તાનના કોચ મિકી આર્થરે ટીમની ઘણી પ્રશંસા કરી હતી. આર્થરે કહ્યું હતું કે ભારત સામે પરાજય પછી ટિકાઓથી ટીમ ઘણી દુખી હતી પણ હવે ટીમ જોશથી ભરેલી છે. સાથે તેમણે કહ્યું હતું કે ભારત સામે પરાજય પછી આત્મહત્યા કરવા માંગતો હતો. આ દરમિયાન એક પત્રકારના સવાલ પર કોચ ભડક્યા હતા અને મીડિયાને પાકિસ્તાન ટીમની સારી લાતો લખવા માટે કહ્યું હતું.

    દક્ષિણ આફ્રિકા સામે રવિવારે યોજાયેલી મેચમાં પાકિસ્તાને શાનદાર વિજય મેળવી સેમિ ફાઇનલમાં પહોંચવાની આશાને જીવંત રાખી હતી. પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે જ્યારે આર્થને પુછ્યું કે અંતિમ ઓવરો સુધી પહોંચતા-પહોંચતા હરિસ સોહેલ થાકી ગયો હતો કારણ કે નજીક હોવા છતા તે સદી ફટકારી શક્યો ન હતો. આ સવાલ પર કોચ ગુસ્સે થયા હતા. તેમણે કહ્યું હતું કે તેણે 59 બોલમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. આવી ઇનિંગ્સ ઘણા સમય પછી જોવા મળી છે. તમે લોકો સારી વાત કેમ લખતા નથી.

    આ પણ વાંચો - ઓસ્ટ્રેલિયાના કોચે કહ્યું - દુનિયાને મળ્યો નવો ધોની



    આર્થરે કહ્યું હતું કે મને લાગે છે કે ભારત સામે મેચ પછી ગત સપ્તાહે ખેલાડી થાકી ગયા હતા. ખેલાડી લોકો, સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાથી દુખી હતા અને આશા છે કે આજે અમને સારી પ્રતિક્રિયા મળશે. અમે થોડોક સમય માટે કેટલાક લોકોના મો બંધ કરી દીધા છે. ગત રવિવારે હું આત્મહત્યા કરવા માંગતો હતો. પાકિસ્તાન બાકી બચેલી ત્રણ મેચમાં જીત મેળવે અને બાકી ટીમોના પરિણામ પણ તેની પક્ષમાં રહે તો ટીમ સેમિ ફાઇનલમાં સ્થાન બનાવી શકે છે.

    પાકિસ્તાને હજુ ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે રમવાનું છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Mickey aurthur, Pakistan coach, Pakistan coach mickey aurthur, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन