Home /News /sport /મારાથી ડરે છે વર્લ્ડના બોલરો, મને તેમાં મજા આવે છે: ક્રિસ ગેઈલ
મારાથી ડરે છે વર્લ્ડના બોલરો, મને તેમાં મજા આવે છે: ક્રિસ ગેઈલ
ક્રિસ ગેલ (60 સિક્સ)
ક્રિસ ગેલને T20 ક્રિકેટ ફોર્મેટનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી માનવામાં આવે છે. તેઓ ગગનચુંબી સિક્સર ફટકારવામાં માહેર છે. તેણે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં 60 સિક્સર ફટકારી છે. તે T2પ વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર ફાટકારનાર ખેલાડી છે. એક રીતે કહીએ તો સિક્સર મારવા બાબતે તેની નજીક કોઈ નથી. તેણે ચાલુ વર્લ્ડ કપ પહેલાની 26 T20 વર્લ્ડ કપ ઇનિંગમાં 920 રન કર્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ 31 મે એ પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે
વેસ્ટ ઇન્ડીઝના આક્રમક બેટ્સમેન ક્રિસ ગેઈલેના મતે દુનિયાભરના બોલરો મારાથી ડરે છે પણ કેમેરા સામે કબુલ કરશે નહીં. કેમેરો હટતા જ આ બોલરો કહેશે ‘આ જ છે તે, આ જ છે તે’. ગેઈલ પોતાનો પાંચમો વર્લ્ડ કપ રમી રહ્યો છે. તે વર્લ્ડ કપ 2019ની વેસ્ટ ઇન્ડીઝ ટીમમાં સૌથી અનુભવી ખેલાડી છે.
ગેઈલે ઓસ્ટ્રેલિયાની એક વેબસાઇટને કહ્યું હતું કે હવે આ પહેલા જેટલું આસાન નથી જ્યારે હું ચુસ્ત હતો. જોકે બોલરોને ખબર છે કે યૂનિવર્સ બોસ શું કરી શકે છે. તેના મગજમાં એ હોય છે કે તે ક્રિકેટનો સૌથી ખતરનાક બેટ્સમેન છે.
શું કોઈ વિરોધી ટીમ હજુ પણ તમારાથી ડરે છે. તેના જવાબમાં ગેઈલે કહ્યું હતું કે તમને ખબર નથી. તમે તેમને પુછો. કેમેરા પર પુછો તો કેમેરા ઉપર તે કહેશે નહીં પણ કેમેરો હટતા જ કહેશે કે તે મારાથી ડરે છે. ગેઈલે કહ્યું હતું કે મને તેમાં મજા આવે છે. મને ફાસ્ટ બોલરોનો સામનો કરવાની હંમેશા મજા આવે છે. તેનાથી મને બેટિંગ કરવાની પ્રેરણા મળે છે. મને આવા પડકારો પસંદ છે.
ગેઈલે આ વર્ષની શરુઆતમાં ઇંગ્લેન્ડ સામેની ઘરેલુ શ્રેણીમાં 4 મેચમાં 106ની એવરેજથી 424 રન બનાવ્યા હતા. આ શ્રેણીમાં તેણે 39 સિક્સર ફટકારી હતી. તે 289 વન-ડેમાં 10151 રન બનાવી ચૂક્યો છે. હાલમાં જ પૂરી થયેલી આઈપીએલમાં પણ ગેઈલનું પણ શાનદાર રહ્યું હતું. ગેઈલે 13 મેચમાં 490 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ 31 મે એ પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર