ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ-2019માં પોતાના અભિયાનની શરુઆત 5 જૂને દક્ષિણ આફ્રિકા સામે મુકાબલો રમી કરશે. વર્લ્ડ કપ નજીક આવ્યો હોવા છતા ભારતીય ટીમમાં એ સ્પષ્ટ નથી થયું કે નંબર ચાર ઉપર કયો ખેલાડી રમશે. ટીમના કોચ રવિ શાસ્ત્રીને જ્યારે આ વિશે સવાલ પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે તે આને લઈને ચિંતિત નથી.
ક્રિકેટનેક્સ્ટને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં શાસ્ત્રીએ કહ્યું હતું કે અમારી પાસે એક ફ્લેક્સિબલ ટીમ છે. અમારી પાસે બધુ જ છે. ટીમમાં પર્યાપ્ત ખેલાડી છે જે નંબર ચાર ઉપર બેટિંગ કરી શકે છે. હું આને લઈને ચિંતિત નથી.
આઈપીએલની અસફળતાની કોહલી ઉપર અસર થશે નહીં શાસ્ત્રીએ આઈપીએલમાં કોહલીના પરાજયનો પણ બચાવ કર્યો છે અને કહ્યું છે કે તેની ટીમની નિષ્ફળતા કોઈ મુદ્દો નથી. શાસ્ત્રીએ કહ્યું હતું કે ઘરેલું લીગ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફરક હોય છે. છેલ્લા પાંચ વર્ષમાં કોહલીએ દરેક ફોર્મેટમાં ઘણો સુધારો કર્યો છે. હાલ તે ફક્ત 30 વર્ષનો છે અને તે આગામી સાત-આઠ વર્ષ ક્રિકેટ રમવાનો છે. સમય સાથે તે અનુભવી અને શાનદાર થશે.
એકબીજાની ઇજ્જત કરે છે કોહલી-ધોની એક જ ટીમમાં ગત વર્લ્ડ કપમાં ટીમની કેપ્ટનશિપ કરનાર ધોની અને કોહલીની હાજરીને લઈને શાસ્ત્રીએ જણાવ્યું હતું કે ડ્રેસિંગ રુમમાં તેની સકારાત્મક અસર થાય છે. બંને ઘણા મોટા ખેલાડી છે અને મને ક્યારેય એ વાતને લઈને શંકા ન હતી કે બંનેની અંદર એકબીજા માટે ઘણું સન્માન છે. ધોની અને કોહલી બંને ટીમ માટે સારું કરવા માટે દરેક સમયે તૈયાર રહે છે. બંનેને રમત પ્રત્યેની નિષ્ઠા તેમને મોટા ખેલાડી બનાવે છે.
શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની અને કોહલી અલગ સ્વભાવના છે. કોહલી અગ્રેસિવ અને ઝનૂની છે. જ્યારે ધોની કૂલ સ્વભાવનો છે. ટીમમાં બંને ખેલાડીઓની જરુર છે કારણ કે આ ટીમનું યોગ્ય સંયોજન છે. બંનેની હાજરીમાં ડ્રેસિંગ રુમનાં બાકી ખેલાડીઓને ઘણું શીખવા મળે છે. તે જાણે છે કે ધોની કેટલો મોટો ખેલાડી છે અને તેણે આ રમતમાં કેટલું બધું મેળવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર