સ્ટમ્પને અડી ગયો બોલ, છતા ના આપ્યો આઉટ, જાણો કેમ

News18 Gujarati
Updated: June 1, 2019, 5:06 PM IST
સ્ટમ્પને અડી ગયો બોલ, છતા ના આપ્યો આઉટ, જાણો કેમ
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના ત્રીજા મુકાબલામાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી ફોટો સાભાર - ટ્વિટર

આ ઘટના મેચમી છઠ્ઠી ઓવરમાં બની હતી. કુશાલ પરેરા સામે બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ હતો

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ના ત્રીજા મુકાબલામાં એક અજીબોગરીબ ઘટના જોવા મળી હતી. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. આ મેચ દરમિયાન શ્રીલંકાના કેપ્ટનને ભાગ્યનો સહારો મળ્યો હતો. શ્રીલંકાનો કેપ્ટન દિમુથ કરુણારત્ને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટના બોલને ચૂકી ગયો હતો અને બોલ સ્ટમ્પ પર લાગ્યો હતો. જોકે સ્ટમ્પના બેલ્સ પડ્યા ન હતા જેથી તેને આઉટ આપવામાં આવ્યો ન હતો.

છઠ્ઠી ઓવરમાં ઘટના બની
આ ઘટના મેચમી છઠ્ઠી ઓવરમાં બની હતી. કુશાલ પરેરા સામે બોલિંગમાં ટ્રેન્ટ બોલ્ટ હતો. તેની ઓવરમાં પરેરાએ પહેલા સતત બે બોલ પર ફોર ફટકારી હતી. આ પછી ત્રીજા બોલે સિંગલ રન લીધો હતો. ઓવરના ચોથા બોલે બોલ્ટે કરુણારત્નેને ઓફ સ્ટમ્પ પર બોલ ફેક્યો હતો અને તે બોલ સ્ટમ્પને અડીને ગયો હતો. જોકે આ દરમિયાન બેલ્સ પડ્યા ન હતા. જેથી કરુણારત્ને બચી ગયો હતો.

આ પણ  વાંચો - વર્લ્ડ કપ જીતવા માટે જંગલમાં ટ્રેનિંગ કરી રહ્યા છે ટીમ ઇન્ડિયા પ્લેયર્સ

વર્લ્ડ કપમાં આવી ઘટના પ્રથમ વખત બની નથી. આ વર્લ્ડ કપની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પણ આવી ઘટના બની હતી. ઇંગ્લેન્ડના સ્પિનર આદિલ રાશિદનો બોલ ડી કોકને ચકમો આપી સ્ટમ્પ પર લાગ્યો હતો. જોકે આ સમયે પણ બેલ્સ પડ્યા હતા. આ ઘટના પર કોમેન્ટ્રી કરી રહેલા ઘણા પૂર્વ ક્રિકેટર્સે બેલ્સ ઉપર સવાલ ઉભા કર્યા હતા. કરુણારત્નેના મામલામાં પણ બેલ્સ ના પડતા કોમેન્ટેટર હર્ષા ભોગલેએ સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે સતત આવી ઘટના બની રહી છે. આ મુદ્દે ધ્યાન આપવાની જરુર છે. આકાશ ચોપડાએ પણ બેલ્સને ભારે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આનાથી બોલરોને નુકસાન થઈ રહ્યું છે.
First published: June 1, 2019, 5:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading