ક્રિકેટ વર્લ્ડ કપ 2019 પહેલા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ બુધવારે આઈસીસી સાથેની વાતચીતમાં ટીમ ઇન્ડિયાના ઘણા રહસ્યો ખોલ્યા હતા. જાડેજાએ કહ્યું હતું કે ભારતનો કેપ્ટન વિરાટ કોહલી ગીત ગાવા માટે સૌથી પહેલા માઇક પકડી લે છે. જ્યારે પૂર્વ કેપ્ટન એમએસ ધોની સૌથી ખરાબ ડાન્સર છે. વાતચીત દરમિયાન જાડેજાએ બધા સવાલોના જવાબો જોરદાર રીતે આપ્યા હતા.
જાડેજાએ કહ્યું હતું કે શિખર ધવનને સેલ્ફી લેવાનું સૌથી વધારે પસંદ છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે તેની ટીમનો કયો સાથી રોમાન્ટિક કોમેડી જોવાનું પસંદ કરે છે. તેની ઉપર જાડેજાએ જસપ્રીત બુમરાહનું નામ લીધું હતું. આ સિવાય જાડેજાએ કહ્યું હતું કે ચહલ સૌથી વધારે ગુગલ કરે છે. સાથે સવારે-સવારે મોં ફુલાવીને રહે છે.
જાડેજાના મતે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા કોફી પીધા વગર કશું કરતો નથી અને તે હંમેશા મોડેથી બસ પકડે છે. જ્યારે કેપ્ટન કોહલી હંમેશા જિમમાં હોય છે.
આ પહેલા રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાના ઘણા રહસ્યો ખોલ્યા હતા. રોહિત શર્માને સવાલ કર્યો હતો કે સૌથી વધારે ખરાબ રુમ મેટ કોણ છે? આ સવાલ પર રોહિતે શિખર ધવનનું નામ લીધું હતું. રોહિતે હાર્દિક પંડ્યા વિશે કહ્યું હતું કે તે સૌથી વધારે સેલ્ફી લે છે. પંડ્યા હંમેશા ફોન સાથે ચિપક્યો રહે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર