વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય રહેલા મુકાબલામાં મોટા સમાચાર એ છે કે એમએસ ધોની પોતાના બલિદાન બેઝ વાળા વિકેટકીપિંગ ગ્લવ્સ પહેરશે નહીં. આઈસીસી પાસેથી મંજૂરી ના મળતા ધોનીએ આ નિર્ણય કર્યો છે. ધોની ઓસ્ટ્રેલિયા સામે બીજા વિકેટકીપિંગ ગ્લવ્સનો ઉપયોગ કરશે. ઉલ્લેખનીય છે કે ધોનીએ દક્ષિણ આફ્રિકા સામે મેચમાં જે વિકેટકીપિંગ ગ્લવ્સ પહેર્યા હતા તેની ઉપર પેરા સ્પેશ્યલ ફોર્સનું ચિહ્ન ‘બલિદાન’ લગાવેલ હતું. જેના કારણે ICCએ આ ચિહ્ન હટાવવા કહ્યું હતું. જોકે બીસીસીઆઈએ આ મુદ્દે આઈસીસી સાથે વાત કરી હતી.
આઈસીસીના મતે ICC ઇવેન્ટના નિયમ કોઈ અંગત સંદેશ કે લોગોને કોઈપણ સામાન કે કપડા પર દેખાડવાની મંજૂરી આપતો નથી. સાથે આ લોગો વિકેટકીપરના ગ્લવ્સને પણ લાગુ પડે છે.
આઈસીસી પાસેથી બલિદાન બેઝ વાળા ગ્લવ્ઝ પહેરવાની મંજૂરી ન મળ્યા પછી બીસીસીઆઈ અને પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ આશા છોડી ન હતી. આઈસીસીને મનાવવા માટે બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી શનિવારે લંડન પહોંચ્યા હતા. જોકે ધોનીએ નવા ગ્લવ્સ પહેરવાના નિર્ણય કર્યા પછી લાગે છે કે બીસીસીઆઈની વિનંતી માન્ય રાખવામાં આવી નથી.
આ છે આસીસીનો નિયમ આઇસીસીનો નીયમ જી1 અંતર્ગત ખેલાડી કે ટીમ અધિકારી આર્મ બેન્ડ, કપડા કે કોઇ પણ અન્ય ઇક્વિપમેન્ટ થકી કોઇ વ્યક્તિગત સંદેશ મંજૂરી વગર પ્રદર્શિત ન કરી શકે. આ માટે ક્રિકેટ બોર્ડ અને આઇસીસી ક્રિકેટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ટની મંજૂરી હોવી જોઇએ. રાજકીય, ધાર્મિક કે રંગભેદ દર્શાવતા સાધનોને મંજૂરી આપવામાં આવતી નથી.
કોઇપણ સંદેશની સ્વીકૃતિનો અંતિમ અધિકાર આઇસીસીનો છે. જો કોઇ સંદેશને ખેલાડી કે બોર્ડ તરફથી મંજૂરી મળે છે પરંતુ આઇસીસી ક્રિકેટ ઓપરેશન્સ ડિપાર્ટમેન્ડ તેને નકારી શકે છે. આમ ખેલાડી કે ટીમ અધિકારીને આ સંદેશ આંતરરાષ્ટ્રીય મેચમાં પ્રદર્શિત કરવાની મંજૂરી નથી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર