મેદાન ઉપર સાથી ખેલાડીઓ સાથે ઝઘડ્યો મોહમ્મદ આમિર!

મેદાન ઉપર સાથી ખેલાડીઓ સાથે ઝઘડ્યો મોહમ્મદ આમિર!

ભારત સામે પરાજયની સાઇડ ઇફેક્ટ પાકિસ્તાનની ટીમમાં પણ જોવા મળી રહી છે

 • Share this:
  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર ભારતે પાકિસ્તાનને 89 રને હરાવ્યું હતું. ભારત સામે પરાજય પછી પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં તે સાથી ખેલાડીઓથી નારાજ જોવા મળી રહ્યો છે.

  ભારત સામે પરાજય પછી પાકિસ્તાનની ટીમ પોતાના પ્રશંસકોના નિશાને છે. દરેક ક્રિકેટ એક્સપર્ટ અને પ્રશંસક સરફરાઝ અહમદની ટીમ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. ભારત સામે પરાજયની સાઇડ ઇફેક્ટ પાકિસ્તાનની ટીમમાં પણ જોવા મળી રહી છે. રિપોર્ટ પ્રમાણે માન્ચેસ્ટરમાં પરાજય પછી પાકિસ્તાનના બધા ખેલાડી એકબીજા સામે ઝઘડ્યા હતા.

  આમિર બીજા ખેલાડી સાથે ઝઘડ્યો
  ભારત-પાકિસ્તાન મેચ પછી સોશિયલ મીડિયા ઉપર એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં પાકિસ્તાનનો ફાસ્ટ બોલર બીજા ખેલાડીઓ ઉપર ગુસ્સે થતો જોવા મળે છે. પાકિસ્તાનના ક્રિકેટ એક્સપર્ટ અને રાઇટર સાજ સાદિકે પોતાના ટ્વિટર પર એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં મોહમ્મદ આમિર પાકિસ્તાનના બીજા ખેલાડીઓથી નારાજ જોવા મળી રહ્યો છે. તેની પાસે સરફરાઝ અહમદ પણ ઉભો જોવા મળે છે. જોકે આ તસવીરથી એવું સાબિત થતું નથી કે આમિર અને બીજા ખેલાડીઓ વચ્ચે કઈ વાતનો મતભેદ છે.

  આ પણ વાંચો - 1992 થી 2019 : આવી રીતે વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને પછાડ્યું  આમિરે કર્યું શાનદાર પ્રદર્શન
  ભારત સામે પાકિસ્તાનના બીજા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા પણ મોહમ્મદ આમિરે શાનદાર બોલિંગ કરી હતી. આમિરે 10 ઓવરમાં 47 રનમાં 3 વિકેટ ઝડપી હતી. જેમાં વિરાટ કોહલીની વિકેટ પણ સામેલ હતી. આમિરે ધોની અને હાર્દિક પંડ્યાની વિકેટ પણ ઝડપી હતી.
  Published by:Ashish Goyal
  First published: