World Cup Live: ભારે રોમાંચ બાદ શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 20 રનથી હરાવ્યું

News18 Gujarati
Updated: June 21, 2019, 10:43 PM IST
World Cup Live: ભારે રોમાંચ બાદ શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 20 રનથી હરાવ્યું
વર્લ્ડ કપ 2019માં ટોસ જીતી ઇંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે નબળી શરૂઆત કરી.

વર્લ્ડ કપ 2019માં ટોસ જીતી ઇંગ્લેન્ડ સામે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે નબળી શરૂઆત કરી.

  • Share this:
233 રનનો પીછો કરતા ઇંગ્લેન્ડ 46મી ઓવરમાં ઓલઆઉટ થઇ ગયું જેથી શ્રીલંકાએ મેચ જીતી લીધી હતી. જો કે સ્ટ્રોક્સની ધૂંઆધાર બેટિંગથી થોડી વાર મેચમાં ભારે રોમાંચ જોવા મળ્યો, જો કે વૂડ આઉટ થતા ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો.

ધનંજય ડી સિલ્વાએ એક જ ઓવરમાં ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને આઉટ કર્યા હતા. બંને અનુક્રમે 2 અને 1 રને આઉટ થયા હતા. તે પહેલાં જોસ બટલર 10 રને લસિથ મલિંગાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. જો રૂટ 57 રને લસિથ મલિંગાની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર પરેરાના હાથે કેચ આઉટ થયો હતો.

શ્રીલંકાની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યાં છે. બેટ્સમેન લહિરુ થિરિમાને અને મિલિંદા શ્રીવર્ધનાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યાં છે. બંનેની જગ્યાએ અવિષ્કા ફર્નાન્ડો અને જીવન મેન્ડિસને ટીમમાં લેવામાં આવ્યાં છે. બીજી બાજુ ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ જ ફેરફાર થયા નથી.

અહીં ક્લિક કરી વાંચોઃ ICC World Cup: સેમિફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી જરૂરી ?

ઈંગ્લેન્ડના મોઈલ અલીનો આ 100મો વનડે છે. મેચ પહેલાં ઈંગ્લેન્ડ ફુટબોલ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવન ગેરાર્ડે તેમને શુભેચ્છા આપી.

બંને ટીમઈંગ્લેન્ડઃ ઈયોન મોર્ગન (કેપ્ટન), જેમ્સ વિંસ, જોની બેયરસ્ટો, જો રુટ, બેન સ્ટોક્સ, જોસ બટલર (વિકેટકીપર), મોઈન અલી, ક્રિસ વોક્સ, જોફ્રા આર્ચર, આદિલ રશીદ, માર્ક વુડ

શ્રીલંકાઃ દિમુખ કરુણારત્ને (કેપ્ટન), કુસલ પરેરા, અવિષ્કા ફર્નાન્ડો, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યૂઝ, થિસારા પરેરા, જીવન મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા, ઇસુરુ ઉદાના, લસિથ મલિંગા, નુવાન પ્રદીપ
First published: June 21, 2019
વધુ વાંચો
अगली ख़बर