Home /News /sport /ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કેદાર જાધવ થયો ફિટ!

ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર, કેદાર જાધવ થયો ફિટ!

ટીમ સાથે જ ઇંગ્લેન્ડ જશે કેદાર જાધવ (photo-twitter)

ટીમ ઇન્ડિયા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે 22 મેના રોજ રવાના થશે, આ પહેલાં ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર છે

    ન્યૂઝ18 ગુજરાતી: ટીમ ઇન્ડિયા આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે 22 મેના રોજ રવાના થશે. આ પહેલાં ટીમ ઇન્ડિયા માટે સારા સમાચાર છે. ટીમનો ઓલરાઉન્ડર કેદાર જાધવ હવે ફિટ થઇ ગયો છે. જોકે, આ વાતની બીસીસીઆઇએ અત્યાર સુધી પુષ્ટિ કરી નથી.

    છેલ્લા ઘણા સમયથી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર આ બેસ્ટમેનને આઇપીએલ દરમિયાન ખભામાં ઇજા પહોંચી હતી. આ કારણે જ તે ચેન્નઇ સુપર કિંગ્સ માટે ક્વોલિફાયર 1 અને 2 સાથે ફાઇનલમાં પણ રમી શક્યો નહોતો.

    ચેન્નઇ સુપર કિંગ્સ ટીમનો સ્ટાર ખેલાડી છે કેદાર જાધવ (photo-ipl)


    34 વર્ષીય જાધવે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ છેલ્લી લીગ મેચમાં છલાંગ મારીને ઓવરથ્રો રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેને ખભામાં ઇજા પહોંચી હતી. શરૂઆતમાં આ ઇજા એટલી ગંભીર નહોતી લાગી, પરંતુ રિકવરીમાં વધારે સમય લાગ્યો.

    આઇપીએલમાં ઇજા પહોંચ્યા બાદ કેદાર જાધવ ટીમ ઇન્ડિયાના ફિઝિયો પેટ્રિક ફરહતની નજર હેઠળ હતો અને હવે તે ઇજા બાદ ફિટ થઇ ગયો છે. ફરહતે જાધવની ફિટનેસ રિપોર્ટ બીસીસીઆઇને સોંપી છે. ટીમના ફિઝિયો દ્વારા એમસીએ બીકેસી સુવિદ્યામાં કરાવેલા ફિટનેસ ટેસ્ટને તેણે પાસ કરી લીધું છે. જે બાદ વર્લ્ડ કપમાં રમવાનો તેનો માર્ગ પણ સાફ થઇ ગયો છે.

    આ પણ વાંચો: ICC વર્લ્ડ કપ 2019નું ગીત થયું રિલીઝ, શું તમે જોયું?

    નહીં રમે પ્રેક્ટિસ મેચ?

    ટીમના ફિઝિયોના રિપોર્ટ બાદ કેદારનું ઇંગ્લેન્ડ જવાનું પાક્કું થઇ ગયું છે. પરંતુ તે 25 અને 28 મેના રોજ રમાનાર બન્ને પ્રેક્ટિસ મેચમાં ભાગ લેશે કે નહીં તે અંગે કોઇ સ્પષ્ટતા નથી. સંભવ છે કે, તેને વગર પ્રેક્ટિસ મેચે વર્લ્ડ કપના મેદાને ઉતારવો પડે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Kedar Jadhav, Team, World cup

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन