ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં જસપ્રીત બુમરાહે પોતાના યોર્કર બોલથી વિરોધી ટીમોમાં ખળભળાટ મચાવેલો છે. બુમરાહ વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી વધુ 17 વિકેટ લઈ ચૂક્યો છે. આ કારણ છે કે ભારત ખૂબ સરળતાથી સેમીફાઇનલમાં પહોંચી ગયું. શ્રીલંકાની વિરુદ્ધ જીત બાદ બુમરાહે સેમીફાઇનલ માટે ટીમ ઈન્ડિયાની રણનીતિ પર નિવેદન આપ્યું. બુમરાહે કહ્યું કે ટીમ ઈન્ડિયા લીગ મેચોની જેમ જ સેમીફાઇનલમાં પણ પાંચ બોલરોની સાથે મેદાન પર ઉતરશે. બુમરાહે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, વર્લ્ડ કપની મોટાભાગની મેચોમાં અમે પાંચ બોલરોથી જ બોલિંગ કરાવી છે અને સમગ્ર ટૂર્નામેન્ટમાં આવું જ થવાની શક્યતા છે.
ભારતની બોલિંગ પર બુમરાહે આવું કહ્યું
જસપ્રીત બુમરાહે ભારતીય બોલિંગના વખાણ કરતાં કહ્યું કે, જ્યાં સુધી બોલરોનો સવાલ છે, અમે ખુશ છીએ કે તમામ બોલર વિકેટ લઈ રહ્યા છે અને ટીમ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. બુમરાહનું માનવું છે કે ભારતીય બોલર એક સંતોષજનક સ્થિતિમાં છે કારણ કે તેઓ સતત વિકેટ લઈ રહ્યા છે.
ભારતીય ફાસ્ટ બોલરે કહ્યું કે, હાર્દિક પંડ્યા વિકેટ લઈ રહ્યા છે અને મોહમ્મદ શમી પણ. મને પણ વિકેટ મળી છે અને આ અમને આગામી મેચોમાં સારું પર્ફોમ કરવામાં મદદ કરી રહ્યું છે. બધાએ સારી રમત દર્શાવી છે અને આ અભિયાન સારી રીતે આગળ વધી રહ્યું છે. દરેક વિકેટ લઈ રહ્યા છે અને બેટિંગમાં પણ સારું પર્ફોમન્સ થઈ રહ્યું છે.
બુમરાહે જણાવ્યું ભારતની સફળતાનું રહસ્ય
બુમરાહે કહ્યું કે, ટીમની સફળતાનું રહસ્ય એ પણ છે કે ખેલાડીઓમાં પડકારોનો સામનો કરવા અને જવાબદારી લેવાની ક્ષમતા છે. તેણે કહ્યું કે, દરેક ખેલાડી જવાબદારી લઈ રહ્યો છે તે સારી બાબત છે. જ્યારે તમારી પર વધુ જવાબદારી હોય છે તો તમે વધુ પ્રયાસો કરો છે અને પોતાની યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરો છો. આ અમારા માટે સારા સંકેત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર