શમીએ હેટ્રિક લઈ ભારતને જીતાડ્યું, પણ બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ, આ છે કારણ

શમીએ 40 રન આપીને 4 વિકેટ લીધી છતાંય બુમરાહને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો

News18 Gujarati
Updated: June 23, 2019, 8:24 AM IST
શમીએ હેટ્રિક લઈ ભારતને જીતાડ્યું, પણ બુમરાહ બન્યો મેન ઓફ ધ મેચ, આ છે કારણ
અફઘાનિસ્તાન વિરુદ્ધની મેચમાં શમીએ જોરદાર હેટ્રિક લઈને ભારતને જીત અપાવી
News18 Gujarati
Updated: June 23, 2019, 8:24 AM IST
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાના પાંચમાં મુકાબલમાં ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 11 રને હરાવી દીધું. ભારતની આ જીતના હીરો તેના બોલર્સ રહ્યા, જેઓએ 224 રનોના નાના સ્કોરને પણ બચાવી લીધો. જોકે, આ મેચમાં રસપ્રદ વાત જોવા મળી જેના કારણે તમામ ફેન્સને ચોંકાવી દીધા. તે બાબત હતી મેન ઓફ ધ મેચ એવોર્ડ જે હેટ્રિક લેવા છતાંય મોહમ્મદ શમીને ન મળ્યો. મોહમ્મદ શમીએ પોતાની 9.5 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ લીધી તેમ છતાંય મેન ઓફ ધ મેચ એવોર્ડ બુમરાહને આપવામાં આવ્યો. જ્યારે તેણે 39 રન આપીને 2 વિકેટ લીધી હતી. છેવટે કેમ બુમરાહને આપવામાં આવ્યો મેન ઓફ ધ મેચનો એવોર્ડ?

બુમરાહે પલટી દીધી મેચ

મોહમ્મદ શમીએ ભલે હેટ્રિક સહિત 4 વિકેટલ લીધો હોય પરંતુ આ મેચનો અસલી પાસું જસપ્રીત બુમરાહે પલટ્યું. એક સમયે અફઘાનિસ્તાનની ટીમ 2 વિકેટ પર 106 રન બનાવીને મજબૂત સ્થિતિમાં હતી એવામાં બુમરાહ પોતાના બીજા સ્પેલમાં આવ્યો અને અફઘાનિસ્તાનને હલાવીને રાખી દીધું. બુમરાહે પહેલા રહમત શાહને પોતાની બાઉન્સરનો શિકાર બનાવ્યો. રહમત શાહે શોર્ટ બોલ પર યુજવેન્દ્ર ચહલને કેચ આપ્યો. બે બોલ બાદ બુમરાહે હશમતુલ્લાહ શાહિદીને પણ આઉટ કરી ભારતની મેચમાં વાપસી કરાવી દીધી.

જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી


ડેથ ઓવસમાં કમાલની બોલિંગ

બુમરાહે પોતાની 10 ઓવરમાં માત્ર 39 રન આપ્યા અને તેઓએ 60 બોલમાં માત્ર બે બાઉન્ડ્રી આપી. બુમરાહે એક સિક્સર અને એક ફોર મારી. તેણે સમગ્ર મેચમાં એક પણ વાઇડ અને નો બોલ ન ફેંક્યો. 49મી ઓવરમાં જ્યારે અફઘાનિસ્તાનને 12 બોલમાં 21 જોઈતા હતા. તો બુમરાહે ઓવરમાં માત્ર 5 રન આપ્યા. મોટી વાત એ હતી કે બુમરાહે આ ઓવરનો દરેક બોલ યોર્કર ફેંક્યો, જેના કારણે નબી આ ઓવરમાં એક પણ બાઉન્ડ્રી ન મારી શક્યો.
Loading...

આ પણ વાંચો, ધોનીની ઇનિંગ્સથી પ્રશંસકો ગુસ્સામાં, કહ્યું- નિવૃત્તિ આપીને પંતને રમાડો

મેચની વાત કરીએ તો ભારતે પહેલા બેટિંગ કરતાં 50 ઓવરમાં 224 રન કર્યા. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 213 રને ઓલઆઉટ થઈ ગઈ. આ જીતની સાથે ટીમ ઈન્ડિયાને 5 મેચમાં 9 પોઇન્ટ થઈ ગયા છે અને તે પોઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. ભારતે વર્લ્ડ કપમાં પોતાની 50મી જીત પૂરી કરી લીધી છે.

આ પણ વાંચો, Ind vs Afg: શમીની હેટ્રિક, ભારતનો રોમાંચક વિજય
First published: June 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...