ધવન ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો રહેશે, ઈજા પર રખાશે નજર

News18 Gujarati
Updated: June 11, 2019, 9:42 PM IST
ધવન ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો રહેશે, ઈજા પર રખાશે નજર
ધવન ટીમ ઇન્ડિયા સાથે જોડાયેલો રહેશે, ઈજા પર રખાશે નજર

હજુ સુધી શિખર ધવનના વિકલ્પ ઉપર કોઈ નિર્ણય થયો નથી

  • Share this:
શિખર ધવનની ઈજા ઉપર બીસીસીઆઈએ મોટુ નિવેદન આપ્યું છે. બીસીસીઆઈના મતે શિખર ધવનની ઈજા પર નજર રાખવામાં આવશે. હજુ સુધી તેના વિકલ્પ ઉપર કોઈ નિર્ણય થયો નથી. એનો અર્થ એવો થયો કે ધવન ટીમ ઇન્ડિયા સાથે રહેશે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર સદી ફટકારનારા ઓપનર શિખર ધવનને ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઇલના ઉછળતા બોલથી ઈજા થઈ હતી. ઈજા થઈ હોવા છતાંય તેણે બેટિંગ કરી હતી.

ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સામેની મેચમાંથી બહાર

શિખર ધવન 3 સપ્તાહ સુધી બહાર રહેશે. જેથી તે ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામે રમાનાર મેચ અને પછી 16 જૂને પાકિસ્તાન સામે રમાનાર મેચમાં રમી શકશે નહીં. અફઘાનિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે રમવું પણ મુશ્કેલ છે. જો ધવને યોગ્ય સમયે ફિટ થશે તો તે વર્લ્ડ કપમાં ભારતની અંતિમ લીગ મેચમાં શ્રીલંકા સામે રમશે.

 આ પણ વાંચો - યુવરાજ જ નહીં, ભારતના 5 સ્ટાર પ્લેયર્સ પણ ફેરવેલ મેચ વગર થયા નિવૃત્ત

ધવનનું બહાર થવું ટીમ ઇન્ડિયા માટે ફટકો

ધવનનું બહાર થવું ટીમ ઇન્ડિયા માટે મોટો ફટકો છે. ધવન અને રોહિતની જોડી ટીમ ઇન્ડિયાને મજબૂત શરુઆત અપાવે છે. ધવન આઈસીસી ટૂર્નામેન્ટમાં અલગ રંગમાં જોવા મળે છે. ધવનની વર્લ્ડ કપમાં 53.70ની એવરેજ છે. તે આ ટૂર્નામેન્ટમાં કુલ 10 મેચમાં 537 રન બનાવી ચૂક્યો છે. ધવને વર્લ્ડ કપમાં 3 સદી અને એક અડધી સદી ફટકારી છે.
First published: June 11, 2019, 9:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading