Home /News /sport /

WC માટે થશે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!

WC માટે થશે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!

વર્લ્ડ કપ માટે સોમવારે થશે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીઓનું સ્થાન નિશ્ચિત!

બીસીસીઆઈ ભારતીય ટીમની જાહેરાત 15 એપ્રિલના રોજ મુંબઈમાં કરશે

    ભારતીય ક્રિકેટપ્રેમીઓ હાલ આઈપીએલના રંગમાં રંગાયેલા છે. આઈપીએલ પૂરી થતાની સાથે જ ક્રિકેટના મહાકુંભ વર્લ્ડ કપનો પ્રારંભ થવાનો છે. આ માટે દુનિયાના દસ ક્રિકેટ બોર્ડ જૂન-જુલાઈમાં યોજાનાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતાની યોજના બનાવી રહ્યા છે. જો બીસીસીઆઈની વાત કરવામાં આવે તો ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત 15 એપ્રિલના રોજ મુંબઈમાં કરશે.

    વર્લ્ડ કપ માટે બધા દેશોએ 23 એપ્રિલ સુધી પોતાની ટીમના સભ્યોના નામ મોકલવાના છે. ભારતીય પસંદગીકારો હાલ ચાલી રહેલી આઈપીએલમાં રમી રહેલા કેટલાક ખેલાડીઓના પ્રદર્શન ઉપર નજર રાખી રહ્યા છે.

    આ પણ વાંચો - આ મહિલા ક્રિકેટરને મળવા સવારે પાંચ વાગ્યે રૂમ પર પહોંચ્યો હતો કોહલી!

    વર્લ્ડ કપ માટે ટીમ પસંદ કરતા બીસીસીઆઈના અધિકારીઓ અને ટીમના પસંદગીકાર બપોરે 12 કલાકેથી મીટિંગ શરુ કરશે અને સંભવિત બપોરે ત્રણ કલાકે ટીમની જાહેરાત થાય તેવી સંભાવના છે.

    સૂત્રોના મતે 15 એપ્રિલની તારીખ એટલા માટે રાખવામાં આવી છે કારણ કે કોહલી ત્યાં હાજર રહી શકે. સોમવારે મુંબઈ ઇન્ડિયન્સ અને આરસીબી વચ્ચે વાનખેડેમાં મુકાબલો છે. જેથી કોહલી મુંબઈમાં ટીમ પસંદગીમાં હાજર રહી શકે. વિરાટ સિવાય કોચ રવિ શાસ્ત્રી પણ હાજર રહેશે.

    ભારતના સંભવિત ખેલાડીઓ - વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), એમએસ ધોની, શિખર ધવન, હાર્દિક પંડ્યા, કેદાર જાધવ, લોકેશ રાહુલ/વિજય શંકર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અંબાતી રાયડુ/રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, ખલીલ અહમદ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, World, World cup 2019, આઇસીસી, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन