Home /News /sport /

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ કેમ લેટ રાખવામાં આવી, જાણો

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ કેમ લેટ રાખવામાં આવી, જાણો

વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ કેમ લેટ રાખવામાં આવી, જાણો

પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ 2-2 મેચ રમી ચૂક્યા છે

  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ બુધવારે પોતાની પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. સાઉથમ્પટનમાં રમાનાર આ મેચ માટે ટીમ ઇન્ડિયાએ ઘણી તૈયારી કરી છે. જોકે એ સવાલ ઉઠી રહ્યા છે કે ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપમાં આટલું મોડુ કેમ રમવા ઉતરી રહ્યું છે. પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ 2-2 મેચ રમી ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારતે પોતાની પ્રથમ મેચ 2 જૂને રમવાનું હતું. તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે હતી પણ આઈસીસીએ બીસીસીઆઈની માંગણી પર તેનો કાર્યક્રમ બદલ્યો હતો.

  આ છે કારણ
  બીસીસીઆઈના સૂત્રોના હવાલાથી રિપોર્ટમાં કહેવાયું છે કે સુપ્રીમ કોર્ટ તરફથી બનાવેલી પ્રશાસકોની સમિતિના નવા ગાઇડલાઇનનું પાલન કરવાના કારણે બીસીસીઆઈએ પ્રથમ મેચ લેટ રાખવાની માંગણી કરી હતી. લોઢા સમિતિની ગાઇડલાઇન પ્રમાણે ભારતીય ટીમને આઈપીએલ પછી 15 દિવસનો આરામ કરવાનો હતો. આઈપીએલની ફાઇનલ 12 મે ના રોજ રમાઈ હતી અને ભારતનો રિકવરી પીરિયડ 27 મે ના રોજ ખતમ થતો હતો. આવા સમયે 2 જૂનના રોજ રમાનાર મેચ રમવા માટે સમય હતો.

  આ પણ વાંચો - આવી છે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીઓની તાકાત અને નબળાઇ

  આખરે કેમ માની વાત?
  આવા સમયે સવાલ ઉભો થાય કે આઈસીસીએ બીસીસીઆઈની માંગણી માની કેમ? આઈસીસી બીસીસીઆઈને આઈપીએલનો કાર્યક્રમ બદલવા માટે પણ કહી શકતું હતું કારણ કે તે એક ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ છે. આ સવાલનો એક જ જવાબ છે કે બીસીસીઆઈ દુનિયાનું સૌથી અમીર બોર્ડ છે જેથી તેણે પોતાની તાકાતનો ઉપયોગ કરીને વર્લ્ડ કપનો કાર્યક્રમ બદલાવ્યો હતો. આઈસીસીએ બીસીસીઆઈની વાત માની હતી કારણ કે બીસીસીઆઈને નારાજ કરવાથી આખી ટૂર્નામેન્ટ ખતરામાં પડી શકતી હતી.

  આ પણ વાંચો - ભગવા રંગની જર્સીમાં જોવા મળશે ટીમ ઇન્ડિયા, સામે આવી તસવીર

  ટૂર્નામેન્ટ શરુ થયાને 6 દિવસ થઈ ગયા છે. ભારત એકમાત્ર ટીમ છે જેણે ઇંગ્લેન્ડના વાતાવરણમાં સેટ થવા માટે ઘણો સમય મળ્યો છે. ભારતીય ટીમને ઇંગ્લેન્ડમાં 13 દિવસ થઈ ગયા છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: ICC Cricket World Cup 2019, બીસીસીઆઇ

  આગામી સમાચાર