ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આઈસીસી વર્લ્ડ કપની મેચમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચમાં ટોસ સમયે એક ભૂલ થઈ હતી. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન પ્લેસિલે સિક્કો ઉછાળ્યો હતો અને કોહલીએ હેડ કહ્યું હતું. જોકે ટેલ્સ આવ્યું હતું. આમ છતા કોમેન્ટેટર માર્ક નિકોલસે કહ્યું હતું કે ભારતે ટોસ જીત્યો છે અને માઇક કોહલી તરફ આગળ કર્યું હતું. જોકે મેચ રેફરીએ ભૂલ સુધારતા કહ્યું હતું કે ટોસ દક્ષિણ આફ્રિકાએ જીત્યો છે. આ પછી માર્ક નિકોલસે કહ્યું હતું કે ભારતે નહીં પણ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો છે.
પ્લેસિસ કહ્યું હતું કે પ્રથમ બેટિંગ કરીશું. ભારત સામે રમવું હંમેશા મોટી તક હોય છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈજાગ્રસ્ત એન્ગિડીના સ્થાને સ્પિનર તબરેઝ શમસીનો સમાવેશ કર્યો છે. બંને ટીમોએ મેચમાં બે-બે રિસ્ટ સ્પિનર રમાડ્યા છે. આફ્રિકા પાસે ઇમરાન તાહિર અને શમસી છે તો ભારત પાસે કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલ છે.
વિરાટ કોહલીએ ટોસ સમયે કહ્યું હતું કે તેમને દર્શકોનો ઘણું સમર્થન મળી રહ્યું છે. અમારી પાસે ઘણી સંતુલિત બોલિંગ છે.પ્રથમ વખત વર્લ્ડ કપમાં કેપ્ટનશિપના સવાલ પર કહ્યું હતું કે દેશનું પ્રતિનિધિત્વ કરવાથી શાનદાર કોઈ પ્રેરણા નથી.