ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઇ જાય તો શું થાય?

પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં વરસાદનું સંકટ છે

News18 Gujarati
Updated: July 8, 2019, 3:44 PM IST
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચ વરસાદમાં ધોવાઇ જાય તો શું થાય?
ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં મંગળવારે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં થશે
News18 Gujarati
Updated: July 8, 2019, 3:44 PM IST
ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિ ફાઇનલમાં મંગળવારે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં થશે. ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાં ટકરાશે, કારણ કે ગ્રુપ સ્ટેજમાં બંને ટીમો વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ હતી. આ કારણે બંને ટીમોને 1-1 પોઇન્ટ મળ્યો હતો. હવે પ્રથમ સેમિ ફાઇનલ મેચમાં વરસાદનું સંકટ છે. મેચના દિવસે વરસાદની સંભાવના છે. જોકે નોકઆઉટ મેચ માટે આઈસીસી રિઝર્વ ડે રાખ્યો છે. આવા સમયે સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચના દિવસે વરસાદ થાય તો બીજા દિવસે રમાશે. જોકે પ્રશંસકો માટે ખરાબ સમાચાર એ છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચના બીજા દિવસે પણ વરસાદની સંભાવના છે. સાથે વાદળો પણ છવાયેલા રહેશે.

વરસાદ બગાડી શકે છે રમત
હવે સવાલ ઉઠે છે કે જો રિઝર્વ ડે ના દિવસે પણ વરસાદ આવે તો શું થાય. આવા સંજોગોમાં ભારત કે ન્યૂઝીલેન્ડમાંથી કઇ ટીમ ફાઇનલમાં જાય? કારણ કે ગ્રુપ સ્ટેજની જેમ અહીં 1-1 પોઇન્ટ આપી શકાય નહીં. ફાઇનલમાં જવા માટે નિર્ણય થવો જરુરી છે. આવા સમયે નસીબ અને ગ્રુપ સ્ટેજમાં ઇન્ડિયાનું પ્રદર્શન તેની મદદ કરી શકે છે. જો વરસાદના કારણે સેમિ ફાઇનલ મેચ ના રમાય તો ભારત મેચ રમ્યા વગર ફાઇનલમાં પહોંચી જશે. ગ્રૂપ સ્ટેજમાં ભારત નંબર વન ટીમ રહી હતી.

આ પણ વાંચો- અજીબ સંયોગ: 11 વર્ષ પહેલા વર્લ્ડ કપમાં ટકરાયા હતા કોહલી-વિલિયમ્સનડીએલએસ મેથડ પણ લાગુ થઈ શકે છે
Loading...

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની સેમિ ફાઇનલ મેચમાં વરસાદના કારણે કેટલીક ઓવરો પ્રભાવિત થાય તો ડકવર્થ લુઇસ સિસ્ટમ (ડીએલએસ)કામ આવશે. આ નિયમ પ્રમાણે લક્ષ્યાંક આપવામાં આવશે. આવા સમયે મામલો પેચીદો બની શકે છે કારણ કે ડીએલએસની ગણના ઘણી અટપટી છે.
First published: July 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...