ઈંગ્લેન્ડ ધોનીની 'દુખતી નસ' દબાવશે, શું ટીમ ઈન્ડિયા હારી જશે?

News18 Gujarati
Updated: June 30, 2019, 8:09 AM IST
ઈંગ્લેન્ડ ધોનીની 'દુખતી નસ' દબાવશે, શું ટીમ ઈન્ડિયા હારી જશે?
ધોની સ્પિનર્સની સામે રન કરવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

આદિલ રશીદ અને મોઇન અલીના નિશાને ધોની, આ હોઈ શકે છે ઈંગ્લેન્ડની રણનીતિ

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી એક પણ મેચ નથી હારી. હવે રવિવારે તે મેજબાન ઈંગ્લેન્ડ સામે ટકરાશે, જે વિરાટ એન્ડ કંપનીને મોટો પડકાર આપી શકે છે. આમ તો ભારતીય ટીમમાં ખામીઓ વધુ નથી પરંતુ મિડલ ઓર્ડરના બેટ્સમેન ખાસ કરીને એમએસ ધોની સ્પિનર્સની વિરુદ્ધ રન કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યો છે. ઈંગ્લેન્ડની ટીમ ધોનીની આ જ ખામીનો ફાયદો ઉઠાવી શકે છે. ઈંગ્‍લેન્ડની પાસે આદિલ રશીદ અને મોઇન અલી જેવા બે સારા સ્પિનર છે, જેને ઈંગ્લેન્ડની પીચો પર બોલિંગનો અનુભવ છે.

લેગ સ્પિનર્સની વિરુદ્ધ ધોની નબળો

એમ એસ ધોની સ્પિનર્સની વિરુદ્ધ ખાસ કરીને લેગ સ્પિનર્સની વિરુદ્ધ ઘણી મુશ્કેલી અનુભવી શકે છે. વર્ષ 2015 બાદ ધોનીનો લેગ સ્પિનની વિરુદ્ધ સ્ટ્રાઇક રેટ માત્ર 58.05 છે. આ ટૂર્નામેન્ટમાં લેગ સ્પિનર્સની વિરુદ્ધ ધોની 28 બોલ રમ્યો છે, જેમાં તેનો સ્ટ્રાઇક રેટ માત્ર 38.29 છે.

મહેન્દ્રસિંહ ધોની


ઓફ સ્પિનર્સની વિરુદ્ધ પણ આ ટૂર્નામેન્ટમાં ધોનીનો સ્ટ્રાઇક રેટ 33.33 છે. ધોનીના આ આંકડાની જાણકારી ઈંગ્લેન્ડને પણ હશે અને તેઓ આ ખામીનો ફાયદો ચોક્કસ ઉઠાવવાનો પ્રયાસ કરશે.

આદિલ રશીદ અને મોઇન અલી
વેસ્ટઈન્ડિઝની વિરુદ્ધ સારી ઇનિંગ રમી

અફઘાનિસ્તાનની વિરુદ્ધ ધોનીની ધીમી ઈનિંગની ઘણી ટીકા થઈ હતી, તેણે 52 બોલમાં 28 રન કર્યા હતા. જોકે, ત્યારબાદ ધોનીએ વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ 61 બોલમાં અણનમ 56 રનની ઇનિંગ રમીને ટીકાકારોને જવાબ આપ્યો હતો. જોકે, આ ઈનિંગ દરમિયાન પણ ધોની વિન્ડિઝ સ્પિનર ફાબિયાન એલનની બોલિંગમાં મુશ્કેલી અનુભવતો હતો. એલનના બોલ પર શે હોપે ધોનીને સ્પમ્પ આઉટ કરવાની તક ગુમાવી દીધી હતી. જે વેસ્ટ ઈન્ડિઝને ઘણું મોંઘું પડ્યું હતું.

આ પણ વાંચો, બાંગ્લાદેશ અને શ્રીલંકા સામે જાણી જોઈને હારી જશે ટીમ ઇન્ડિયા :બાસિત અલી
First published: June 30, 2019, 8:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading