ભારત-પાક મેચ પહેલા આવ્યો નવો Video,સોશિયલ મીડિયા પર ધૂમ

News18 Gujarati
Updated: June 15, 2019, 4:31 PM IST
ભારત-પાક મેચ પહેલા આવ્યો નવો Video,સોશિયલ મીડિયા પર ધૂમ
ભારત-પાક મેચ પહેલા આવ્યો નવો Video,સોશિયલ મીડિયા પર ધૂમ

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના સૌથી હાઇ વોલ્ટેજ મુકાબલા પહેલા બંને દેશો વચ્ચે વીડિયો વોર ચાલી રહ્યું છે

  • Share this:
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનના સૌથી હાઇ વોલ્ટેજ મુકાબલા પહેલા બંને દેશો વચ્ચે વીડિયો વોર ચાલી રહ્યું છે. સ્ટાર્સ સ્પોર્ટ્સની ફાધર્સ ડે એડ પછી પાકિસ્તાન તરફથી એક ટીવીએ ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની મજાક ઉડાવતા ભારતને જવાબ આપ્યો હતો. હવે તેનો જવાબ ભારત તરફથી આપવામાં આવ્યો છે. આ વીડિયો યૂટ્યુબ ઉપર ઘણો વાયરલ થયો છે. આ વીડિયોને 20 કલાકમાં 10 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

વીડિયોમાં શું છે ખાસ
કાઉન્ટર રિસ્પોન્સ વીડિયોમાં એક ભારતીય પ્રશંસક સલૂનમાં બેસીને યુવરાજ સિંહની એ ઇનિંગ્સ જોઈ રહ્યો હોય છે જેમાં તેણે ઇંગ્લેન્ડ સામે એક ઓવરમાં 6 બોલમાં 6 સિક્સર ફટકારી હતી. ભારતીય પ્રશંસક કહે છે કે આ ઇનિંગ્સને હંમેશા યાદ રાખીશું પણ કેટલાક લોકોને અમે ભૂલી જવા માંગીએ છીએ. આ દરમિયાન એક પાકિસ્તાની પ્રશંસક સલૂનમાં એન્ટ્રી કરે છે અને ભારતીય પ્રશંસકને એક ભેટ આપે છે. પાકિસ્તાન પ્રશંસક કહે છે કે ફાધર્સ ડે (16 જૂન) ઉપર તેની તરફથી ભેટ. તે ભારતીય પ્રશંસકને ‘અબ્બુ’બોલાવે છે. ભારતીય પ્રશસંક જ્યારે આ ભેટને ખોલે છે તો તેમાંથી એક રુમાલ નિકળે છે. ભારતીય પ્રશંસક જ્યારે પાકિસ્તાનના પ્રશંસકને પુછે છે કે આ શું છે તો તે જવાબ આપે છે કે તે રુમાલ છે અને 16 તારીખે હાર્યા પછી આ રુમાલ મોં લુસવા માટે કામ આવશે. આ પછી તે સલૂનના માલિકને કહે છે કે શેવ કરી આપ. સાથે કહે છે કે આ રમત જાલિમ છે કારણ કે તેમાં એક દિવસમાં જ પુત્ર પિતા બની જાય છે.

આ પણ વાંચો મેચમાં જો આ ત્રણ બાબતો થઈ તો પાકિસ્તાનનું હારવું નક્કી

આ કારણે સલૂનવાળાને અને ભારતીય પ્રશંસકને ઝટકો લાગે છે. આ પછી ભારતીય પ્રશંસક અને સલૂનવાળો કશું બોલ્યા વગર તેની દાઢી મૂછને અભિનંદન સ્ટાઇલમાં શેપ આપી દે છે. આ પછી પાકિસ્તાની પ્રશંસક કહે છે કે શું છે યાર. ભારતીય પ્રશંસક કહે છે કે આ અભિનંદન કટ છે, અમારા હીરોની સ્ટાઇલ. પાકિસ્તાની પ્રશંસક કહે છે કે તે અમારો હીરો નથી. બહાર મારા મિત્રો ઉભા છે, હું તેમને મારો ચહેરો કેવી રીતે બતાવીશ. ભારતીય પ્રશંસક તેને રુમાલ આપતા કહે છે કે આ લે ચહેરો છુપાવવા માટે કામ આવશે. સાથે કહે છે કે જામિલ રમત છે, ફક્ત એક દિવસ લાગે છે પિતાએ પુત્રને સમજાવતા કે તારા નસીબમાં વર્લ્ડ કપ નથી, અભિનંદનનો એઠો કપ જ રહેશે.
First published: June 15, 2019, 4:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading