આ 4 ટીમોનું વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચવું નક્કી

ભારતને ટક્કર આપી શકે છે બાંગ્લાદેશ, 9 અને 11 જુલાઈએ રમાશે સેમીફાઇનલ

News18 Gujarati
Updated: June 20, 2019, 3:37 PM IST
આ 4 ટીમોનું વર્લ્ડ કપ સેમીફાઇનલમાં પહોંચવું નક્કી
આ 4 ટીમોનું વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચવું નક્કી
News18 Gujarati
Updated: June 20, 2019, 3:37 PM IST
ન્યૂઝ18 ગુજરાતી : ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ સાઉથ આફ્રિકાની હારે તેની સેમીફાઇનલમાં પહોંચવાની આશા તોડી દીધી. તેની સાથોસાથ આ મેચ બાદ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચનારી ટીમોના નામ પણ લગભગ નક્કી થઈ ગયા છે. વર્લ્ડ કપની 25મી મેચ બાદ પોઇન્ટ ટેબલમાં નંબર 1 પર 9 પોઇન્ટની સાથે ન્યૂઝીલેન્ડ, બીજા નંબરે 8 પોઇન્ટ સાથે ઇંગ્લેન્ડ, 8 પોઇન્ટની સાથે ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયા અને 7 પોઇન્ટ સાથે ચોથા નંબરે ટીમ ઈન્ડિયા છે અને આ ચારેય ટીમો સેમીફાઇનલમાં પહોંચશે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે.

આ ટીમોનું સેમીફાઇનલમાં પહોંચવું અશક્ય

ભારતને બાદ કરતાં તમામ ટીમોએ અત્યાર સુધી પાંચ કે તેથી વધુ મેચ રમી છે. ભારતે ચાર મેચ રમી છે જ્યારે સાઉથ આફ્રિકાએ 6 મેચ રમી છે. અફઘાનિસ્તાન (5 મેચ, 5 હાર)નું આગળ જવું અશક્ય છે. જ્યારે પાકિસ્તાન (5 મેચ, 3 પોઇન્ટ) અને સાઉથ આફ્રિકા (6 મેચ, 3 પોઇન્ટ) માટે રસ્તો ઘણો કઠિન છે.

અફઘાન ટીમને પણ હજુ ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાવાનું છે. પાકિસ્તાનને સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને બાંગ્લાોદેશ સાથે મેચ રમવાની છે. સાઉથ આફ્રિકાની પાકિસ્તાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સાથે રમવાનું બાકી છે.

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ


આ રીતે વેસ્ટઇન્ડિઝ (5 મેચ, 3 પોઇન્ટ) અને શ્રીલંકા (5 મેચ, 4 પોઇન્ટ) માટે પણ રસ્તો કઠિન છે કારણ કે આવનારા સમયમાં આ ટીમોની સામનો પોતાનાથી મજબૂત ટીમો સાથે થવાનો છે. વેસ્ટઈન્ડિઝને ન્યૂઝીલેન્ડ, ભારત ઉપરાંત અફઘાનિસ્તાન અને શ્રીલંકા સાથે મુકાબલા છે.
Loading...

બાંગ્લાદેશ હજુ પણ છે રેસમાં

બાંગ્લાદેશે જે અંદાજમાં વેસ્ટઇન્ડિઝને હરાવ્યું તેણે ચોક્કસ સેમીફાઇનલમાં પહોંચવાનો દાવો મજબૂત કર્યો છે. આ ટીમે પાંચ મેચોમાંથી પાંચ પોઇન્ટ મેળવ્યા છે. તેને બે મેચોમાં જીત મળી છે અને બેમાં હાર. એક મેચ તેની રદ થઈ છે. હવે તેને ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાન સામે મેચ છે. જો બાંગ્લાદેશની ટીમ ભારત અને ઓસ્ટ્રેલિયા સામે હારી જાય છે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને હરાવી પણ દે છે તો 9 પોઇન્ટની સાથે તેનું આગળ જવું અશક્ય નથી લાગતું. પરંતુ જો તે ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને હરાવી દે છે તો પછી કંઈ પણ થઈ શકે છે. જોકે, બાંગ્લાદેશનો રન રેટ માઇનસમાં ચાલી રહ્યો છે જે તેને આગળ પહોંચવાથી રોકી શકે છે.

શાકિબ અલ હસન જીત અપાવ્યા બાદ પેવેલિયન તરફ જતો


9 અને 11 જુલાઈએ રમાશે સેમીફાઇનલ

વર્લ્ડ કપ 2019નું નોક આઉટ ચરણ 9 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે. પહેલી સેમીફાઇનલ 9 જુલાઈએ મેનચેસ્ટરમાં રમાશે જ્યારે બીજી સેમીફાઇનલ 11 જુલાઈએ બર્મિંઘમમાં રમાશે. ફાઇનલ ક્રિકેટના મક્કા લોર્ડ્સમાં 14 જુલાઈએ રમાશે.

આ પણ વાંચો, ICC World Cup: આ છે ટીમ ઈન્ડિયાના 3 સૌથી મજબૂત ક્રિકેટર

આ પણ વાંચો, ઋષભ પંતને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવા પર ICCએ આપ્યો આ જવાબ
First published: June 20, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...