Home /News /sport /

World Cup : દક્ષિણ આફ્રિકા સામે ભારત બનાવી શકે છે 400 રન!

World Cup : દક્ષિણ આફ્રિકા સામે ભારત બનાવી શકે છે 400 રન!

World Cup : દક્ષિણ આફ્રિકા સામે ભારત બનાવી શકે છે 400 રન!

5 જૂને ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરુઆત કરશે

    વર્લ્ડ કપ 2019 શરુ થયાના એક સપ્તાહ પછી બુધવારે 5 જૂને ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરુઆત કરશે. ટીમ સામે પ્રથમ પડકાર દક્ષિણ આફ્રિકાની ટીમ છે. આ મુકાબલો સાઉથમ્પટન ના ધ રોજ બાઉલ સ્ટેડિયમમાં બપોરે 3 કલાકે રમાશે. ભારતે વર્લ્ડ કપની બે મેચો આ સ્ટેડિયમ પર રમવાની છે. ભારત બીજો મુકાબલો આ સ્ટેડયિમ પર 22 જૂને અફઘાનિસ્તાન સામે રમશે.

    રોજ બાઉલ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને 3-3 મેચ રમ્યા છે. જોકે રસપ્રદ વાત એ છે કે આ મેદાન ઉપર બંને એકબીજા સામે ટકરાયા નથી. જેથી પ્રથમ વખત આ સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે. ટીમ ઇન્ડિયાની વર્લ્ડ કપ 2019માં આ પ્રથમ મેચ હશે, જ્યારે દક્ષિણ આફ્રિકાની આ ત્રીજી મેચ હશે. પ્રથમ બંને મેચમાં દક્ષિણ આફ્રિકાનો પરાજય થયો છે.

    બની શકે છે 400થી વધારે રન
    રોજ બાઉલ સ્ટેડિયમની પિચ બેટ્સમેનોને માફક આવે તેવી છે. છેલ્લા બે વર્ષમાં અહીં સૌથી ઓછો સ્કોર બન્યો છે તે 288 રનનો છે. આ મેદાન ઉપર હાઇએસ્ટ સ્કોર 373/3 રન છે. જે ઇંગ્લેન્ડે ગત મહિને પાકિસ્તાન સામે બનાવ્યો હતો. આવા સમયે જો ટીમ ઇન્ડિયા અહીં પ્રથમ બેટિંગ કરશે તો 400 રનનો સ્કોર પણ બનાવી શકે છે. કારણ કે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનો શાનદાર ફોર્મમાં છે.

    આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાનો વર્લ્ડ કપનો કાર્યક્રમ, જુઓ ક્યારે-ક્યારે રમશે મેચ

    રોજ બાઉલ સ્ટેડિયમમાં ભારત અને દક્ષિણ આફ્રિકા બંને 3-3 મેચ રમ્યા છે


    ભારતનો 1 મેચમાં વિજય, 2 માં પરાજય
    ભારત આ મેદાન ઉપર 3 મેચ રમ્યું છે. જેમાં એક મેચમાં જીત મળી છે અને બે મેચમાં પરાજય થયો છે. ભારતને કેન્યા સામે 2004માં જીત મળી હતી. જ્યારે અન્ય બે મેચમાં ભારતનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. બીજી તરફ દક્ષિણ આફ્રિકા ત્રણ મેચમાંછી બે માં જીત મળી છે અને એક મેચમાં પરાજય થયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket world cup 2019, ICC Cricket World Cup 2019, South africa, આઇસીસી, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन