વર્લ્ડ કપ વોર્મઅપ મેચ : ભારતના બેટ્સમેનોનો ધબડકો, 6 વિકેટે પરાજય

વર્લ્ડ કપ વોર્મઅપ મેચ : ભારતના બેટ્સમેનોનો ધબડકો, 6 વિકેટે પરાજય

ભારત 39.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ, ન્યૂઝીલેન્ડે 37.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો

 • Share this:
  ICC Cricket World Cup 2019માં ભારતના અભિયાનને ફટકો પડ્યો છે. ભારતો લંડનમાં રમાયેલી પ્રથમ વોર્મઅપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટે પરાજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારત 39.2 ઓવરમાં 179 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ન્યૂઝીલેન્ડે 37.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

  ન્યૂઝીલેન્ડની જીતના હીરો રોસ ટેલર અને કેન વિલિયમ્સન રહ્યા હતા. ટેલરે 71 અને વિલિયમ્સને 69 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત તરફથી બુમરાહ, હાર્દિક પંડ્યા, ચહલ અને જાડેજાએ 1-1 વિકેટ ઝડપી હતી.

  આ પણ વાંચો - 8 વર્ષ પહેલાં વડોદરામાં હાર્દિકે આવી રીતે કરી હતી વર્લ્ડ કપની જીતની ઊજવણી

  ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં ભારતીય ટીમને જીતની સૌથી મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. ભારતીય ટીમ મજબૂત છે, ખાસ કરીને બેટિંગ ઘણી દમદાર છે. જોકે વોર્મઅપ મેચમાં બેટ્સમેનોએ ધબડકો કર્યો હતો. રોહિત શર્મા 2, શિખર ધવન 2, વિરાટ કોહલી 18, લોકેશ રાહુલ 6, હાર્દિક પંડ્યા 30 , ધોની 17 અને દિનેશ કાર્તિક 4 રને આઉટ થયો હતો.

  એકમાત્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 50 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે 54 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી બોલ્ટે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. નિશામને 3 વિકેટ મળી હતી.
  Published by:Ashish Goyal
  First published: