World Cup : માથામાં બોલ વાગ્યો હોવા છતા માતાના કારણે ન કરી ચિંતા!

News18 Gujarati
Updated: June 19, 2019, 4:39 PM IST
World Cup : માથામાં બોલ વાગ્યો હોવા છતા માતાના કારણે ન કરી ચિંતા!
World Cup :માથામાં બોલ વાગ્યો હોવા છતા માતાના કારણે ન કરી ચિંતા!

ડોક્ટરોએ કહ્યું - ના રમીશ, છતા બેટિંગ કરતો રહ્યો શાહિદી

  • Share this:
ક્રિકેટના મેદાન ઉપર મુકાબલો ફક્ત બેટ અને બોલનો જ નથી હોતો પણ ભાવનાઓની જંગ પણ લડાય છે. ખેલાડીઓ ભાવનાઓ ઉપર કાબુ રાખીને મેચ રમે છે અને વિજેતા બને છે. વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલ મુકાબલામાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો.

મંગળવારે રમાયેલ મુકાબલામાં ઇંગ્લેન્ડે 150 રનથી ભવ્ય જીત મેળવી હતી. ઇંગ્લેન્ડે પ્રથમં બેટિંગ કરતા 6 વિકેટે 397 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 8 વિકેટે 247 રન બનાવી શકી હતી. 71 બોલમાં 148 રન કરનાર ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ મેચ દરમિયાન એક અનોખી ઘટના જોવા મળી હતી. ત્યારે અફઘાનિસ્તાનનો બેટ્સમેન હશમતુલ્લાહ શાહિદી બેટિંગ કરી રહ્યો હતો અને ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર માર્ક વુડ બોલિંગ કરી રહ્યો હતો. વુડનો એક બાઉન્સર બોલ શાહિદીના હેલ્મેટે પર વાગ્યો હતો, જેના કારણે તેનું હેલ્મેટ તુટી ગયું હતું અને તે જમીન ઉપર પડ્યો હતો. જોકે શાહિદી તરત ઉભો થઈ ગયો હતો અને બેટિંગ માટે તૈયાર જોવા મળ્યો હતો. આ જોઈને બધા આશ્ચર્યચકિત થયા હતા કે શાહિદી તરત જ આટલો સહજ કેવી રીતે થઈ ગયો હતો. શાહિદીએ હવે આ વાતનો ખુલાસો કર્યો છે.

આ પણ વાંચો - પાકિસ્તાન ટીમને પ્રતિબંધ કરવાની માંગણી, કોચ-પસંદગીકારની હકાલપટ્ટી નક્કી!

માતા માટે ભૂલી ગયો દર્દ
અફઘાનિસ્તાનના આ જાબાઝ બેટ્સમેને ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરતા લખ્યું હતું કે મારી માતા દરેક સમયે મારી ચિંતા કરે છે. મેં એક વર્ષ પહેલા જ પોતાના પિતાને ગુમાવી દીધા હતા. જેથી તેનું દિલ દુભાવવા ઇચ્છતો ન હતો. જેથી હું બોલ લાગ્યા પછી તરત જ ઉભો થઈ ગયો હતો.ડોક્ટરોએ કહ્યું - ના રમીશ, છતા બેટિંગ કરતો રહ્યો શાહિદી
માર્ક વુડનો બોલ હેલ્મેટ ઉપર લાગ્યા પછી શાહિદી પડી ગયો હતો. તે સમયે આઈસીસીના ડોક્ટરો પહોંચી ગયા હતા અને તેની સ્થિતિ ઉપર ચિંતા વ્યક્ત કરી હતી અને સલાહ આપી હતી કે તે મેદાન છોડી દે. જોકે શાહિદી માન્યો ન હતો. અફઘાનિસ્તાનના બેટ્સમેને જણાવ્યું હતું કે મને મેદાન છોડવા માટે કહ્યું હતું પણ હું તે સમયે પોતાની ટીમને છોડી શકું તેમ ન હતો. મારો આખો પરિવાર આ મેચ જોઈ રહ્યો હતો. મારો મોટો ભાઈ સ્ટેડિયમમમાં હાજર હતો. હું તેને પોતાના માટે ચિંતિત થતો જોવા માંગતો ન હતો.

હશમતુલ્લાહ શાહિદીએ ઇંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ તરફથી સૌથી વધારે 76 રનની ઇનિંગ્સ રમી હતી.
First published: June 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading