ભારતની જીએસ લક્ષ્મી આઈસીસીની પ્રથમ મહિલા મેચ રેફરી બની

News18 Gujarati
Updated: May 14, 2019, 8:52 PM IST
ભારતની જીએસ લક્ષ્મી આઈસીસીની પ્રથમ મહિલા મેચ રેફરી બની
ભારતની જીએસ લક્ષ્મી આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદ થનાર આઈસીસીની પ્રથમ મહિલા મેચ રેફરી બની

લક્ષ્મીએ કહ્યું હતું કે આઈસીસી દ્વારા આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદગી થવી મારા માટે સન્માનની વાત

  • Share this:
ભારતની જીએસ લક્ષ્મી આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદ થનાર આઈસીસીની પ્રથમ મહિલા મેચ રેફરી બની ગઈ છે. લક્ષ્મી પહેલા આ મહિને ક્લેયર પોલોસક પ્રથમ વખત પુરુષ વન-ડે મેચોનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ મહિલા અમ્પાયર બની હતી. જીએસ લક્ષ્મી હવે તત્કાલ પ્રભાવથી આંતરરાષ્ટ્રીય મેચ રેફરી બની ગઈ છે. ICC વર્લ્ડ કપ પહેલા દેશની પુત્રીની આ સફળતા માટે દરેક ખુશ છે.

51 વર્ષીય લક્ષ્મી ઘરેલું મહિલા ક્રિકેટમાં 2008-09 દરમિયાન મેચ રેફરી પદ ઉપર રહી ચૂકી છે. આ સિવાય ત્રણ મહિલા વન-ડે મેચ અને આટલી જ મહિલા ટી-20 મેચમાં રેફરીની ભૂમિકા નિભાવી ચૂકી છે.

લક્ષ્મીએ કહ્યું હતું કે આઈસીસી દ્વારા આંતરરાષ્ટ્રીય પેનલમાં પસંદગી થવી મારા માટે સન્માનની વાત છે કારણ કે મારા માટે નવા રસ્તા ખોલશે. ભારતમાં એક ક્રિકેટર અને મેચ રેફરીના રુપમાં મારી લાંબી કારકિર્દી રહી છે. હું પોતાના અનુભવને એક ખેલાડી અને મેચ અધિકારીના રુપમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સારી રીતે ઉપયોગ કરવાની આશા રાખું છું.

આ પણ વાંચો - ચોથા ક્રમને લઈને ચિંતિત નથી કોચ શાસ્ત્રી, કહ્યું - અમારી પાસે ઘણા ઓપ્શન

લક્ષ્મીએ કહ્યું હતું કે હું આઈસીસી, બીસીસીઆઈના બધા અધિકારીઓ અને તે બધા ખેલાડીઓનો ધન્યવાદ કરવા માંગું છું, જેણે મારું સમર્થન કર્યું છે. મને વિશ્વાસ છે કે હું નવી જવાબદારી ઉપર ખરી ઉતરવા પ્રયત્ન કરીશ.

આઈસીસીના અમ્પાયર અને રેફરીના સીનિયર મેનેજર એડ્રિયન ગ્રિફિથે કહ્યું હતું કે અમે લક્ષ્મી અને એલોસનું પેનલમાં સ્વાગત કરીએ છીએ. તેમની આ પ્રગતિ જોઈને ખુશી થઈ છે અને આ અન્ય મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ બનશે.
First published: May 14, 2019, 8:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading