Home /News /sport /

વર્લ્ડ કપ 2019 પહેલા ધોની વિશે કોહલીએ કહ્યું - તે અનુભવનો ખજાનો

વર્લ્ડ કપ 2019 પહેલા ધોની વિશે કોહલીએ કહ્યું - તે અનુભવનો ખજાનો

વર્લ્ડ કપ 2019 પહેલા ધોની વિશે કોહલીએ કહ્યું - તે અનુભવનો ખજાનો

ધોની ક્રિકેટના સૌથી ચતુર ખેલાડીઓમાંથી એક છે. વિકેટો પાછળ તે અનમોલ છે - કોહલી

    વર્લ્ડ કપ 2019માં રમવા જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી 2011ની વર્લ્ડ કપ જીતને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતવા બરાબર મહત્વ આપે છે. કોહલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપ એક ગ્લોબલ ટૂર્નામેન્ટ છે અને ચાર વર્ષ પછી એક વખત આવે છે. તેવા સમયે આ ટૂર્નામેન્ટ જીતવી કોઈપણ જીત કરતા ઓછી નથી. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કોહલીએ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ફોર્મને લઈને ઉઠી રહેલા સવાલોનો જવાબ પણ આપ્યો છે. તેણે કહ્યું હતું કે ધોની માટે ટીમથી વધીને કોઈ બાબત નથી.

    વિરાટે કહ્યું હતું કે હું તેના વિશે શું કહી શકું. મારી કારકિર્દી તેની કેપ્ટનશિપમાં શરુ થઈ હતી અને જેટલો નજીકથી મેં તેને જોયો છે તેટલો ઘણા ઓછા લોકોએ જોયો છે. ધોની માટે ટીમ સૌથી વધારે છે અને આ સૌથી મહત્વપૂર્ણ વાત છે. તેની દરેક વાત ટીમ સાથે જોડાયેલી હોય છે. સાથે ટીમમાં જે અનુભવ તેની પાસે છે તે અમને મદદ કરે છે. સ્ટમ્પ પાછળ તેના શિકાર મેચનું પરિણામ બદલનારા હોય છે. હાલમાં જ આઈપીએલમાં આ જોવા મળ્યું હતું.

    આ પણ વાંચો - મુંબઈ ઇન્ડિયન્સના આ 7 ખેલાડી વર્લ્ડ કપમાં બતાવશે પોતાનો દમ



    ધોનીની ટિકાને કોહલીએ દૂર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. કોહલીએ કહ્યું હતું કે લોકો પાસે ધીરજ નથી. ક્યારેક-ક્યારેક એક દિવસ ખરાબ જાય છે તો તેને વધારીને રજુ કરવામાં આવે છે. જોકે એ તથ્ય છે કે તે ક્રિકેટના સૌથી ચતુર ખેલાડીઓમાંથી એક છે. વિકેટો પાછળ તે અનમોલ છે. તેની હાજરીથી ફ્રીડમ મળે છે.

    કેપ્ટનશિપમાં ધોની પાસેથી મળનારી મદદ વિશે કોહલી અને રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની અને રોહિત બંનેએ આઈપીએલમાં કેપ્ટન તરીકે જે સફળતા મેળવી છે તે તેમની ક્ષમતા વિશે બતાવે છે. ધોનીની પોતાની એક વિરાસત છે. જેથી ટીમ મેનેજમેન્ટે એક સ્ટ્રેટેજી ટીમ બનાવી છે. જેમાં અમારા બંને સિવાય ધોની અને રોહિત પણ સામેલ છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket world cup 2019, ICC Cricket World Cup 2019, ICC World cup, Ms dhoni, Team india, World cup 2019, વિરાટ કોહલી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन