ભારત સામે ટોસ જીતીને પાકિસ્તાનના કેપ્ટને કરી નાખી મોટી ભૂલ!

News18 Gujarati
Updated: June 16, 2019, 4:13 PM IST
ભારત સામે ટોસ જીતીને પાકિસ્તાનના કેપ્ટને કરી નાખી મોટી ભૂલ!
મોસમના કારણે કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે

મોસમના કારણે કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે

  • Share this:
ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા સામે સૌથી મહત્વપૂર્ણ મુકાબલામાં પાકિસ્તાનની ટીમના કેપ્ટન સરફરાઝે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં ટીમો માટે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થતો નથી. આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી 14 મેચમાં ટોસ જીતનાર ટીમે ફક્ત 5 વખત જીત મેળવી છે. જ્યારે 9 મેચમાં પરાજય થયો છે.

પ્રથમ વખત ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના મુકાબલામાં પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે ટોસ જીતનાર કેપ્ટન બોલિંગનો નિર્ણય કર્યો છે. આજ પહેલા 6 વખત વર્લ્ડ કપમાં ટીમ ટકરાઈ છે ત્યારે ટોસ જીતનાર કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

15માંથી 12 વખત પસંદ કરી બોલિંગ
મોસમના કારણે કેપ્ટન ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરે છે. જોકે આઇસીસી વર્લ્ડ કપ 2019માં આ દાવ કેપ્ટનો ઉપર અવળો પડી રહ્યો છે. 17 મેચમાંથી 14 વખત ટોસ જીતીને કેપ્ટને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ત્રણ વખત કેપ્ટને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

આ પણ વાંચો - દોસ્તે માંગ્યો ભારત-પાક મેચનો પાસ, કેપ્ટન વિરાટે આપ્યો આ જવાબટોસ હારવો ફાયદાકારક!
ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાની સ્થિતિમાં 9 વખત ટીમનો પરાજય થયો છે. જ્યારે 6 મેચમાં ટીમને જીત મળી છે. એક મુકાબલો રદ થયો છે. આ પછી ઇંગ્લેન્ડમાં ક્રિકેટ એક્સપર્ટ પણ એવું કહે છે કે આવા બદલાતા મોસમમાં થોડીક મિનિટોમાં વરસાદ અને તડકો આવે ત્યાં ટોસ જીતવો નહીં હારવો ફાયદાકારક રહે છે.

પ્રથમ બેટિંગ કરીને ફક્ત વિરાટ જીત્યો
જે ત્રણ વખતે ટોસ જીતીને કેપ્ટનોએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે તેમાં ફક્ત ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી જ લકી રહ્યો છે. વિરાટે ઓસ્ટ્રેલિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 352નો સ્કોર બનાવ્યો હતો અને જીત મેળવી હતી. અત્યાર સુધી વર્લ્ડ કપ -2019માં ટીમ ઇન્ડિયા જ એકમાત્ર એવી ટીમ છે જેણે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા જીત મેળવી છે.
First published: June 16, 2019, 4:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading