ન્યૂઝીલેન્ડ સામે આઈસીસી વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો. કુલદીપ યાદવના સ્થાને ચહલનો સમાવેશ કરાયો હતો. પ્લેઇંગ ઇલેવનમાં મોહમ્મદ શમીને તક આપવામાં આવી ન હતી. સોશિયલ મીડિયા ઉપર પ્રશંસકોએ આ વાતને લઈને સવાલ ઉઠાવ્યા છે કે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર મોહમ્મદ શમીને સેમિ ફાઇનલ મુકાબલામાં તક કેમ ના આપવામાં આવી.
ઘણા પ્રશંસકો શમીની ગેરહાજરીથી નારાજ જોવા મળ્યા હતા. પ્રશંસકોએ સિલેક્શન ઉપર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે કયા આધારે શમીને ટીમની બહાર રાખવામાં આવ્યો છે. શમી અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં ચાર મેચ રમ્યો છે. જેમાં તેણે 14 વિકેટ ઝડપી છે. આ વર્લ્ડ કપમાં તે હેટ્રિક ઝડપનાર પ્રથમ બોલર છે.
ભારત સામેની મેચમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર