પાકિસ્તાન ટીમને પ્રતિબંધ કરવાની માંગણી, કોચ-પસંદગીકારની હકાલપટ્ટી નક્કી!

પાકિસ્તાન ટીમને પ્રતિબંધ કરવાની માંગણી, કોચ-પસંદગીકારની હકાલપટ્ટી નક્કી!

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનની ટીમ સામે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી

 • Share this:
  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત સામેના પરાજય પછી પાકિસ્તાનમાં બબાલ છે. એક તરફ પ્રશંસકો અને ક્રિકેટ એક્સપર્ટ સરફરાઝ અહમદની ટીમ ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પાકિસ્તાનની ટીમ સામે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

  ગુજરાંવાલા સિવિલ કોર્ટમાં દાખલ આ અરજીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમને પ્રતિબંધ કરવાની માંગણી કરી છે. અરજી દાખલ કરનાર વ્યક્તિએ ઇન્ઝમામ ઉલ હકની અધ્યક્ષતાવાળી સિલેક્શન કમિટીને પણ તાત્કાલિક ભંગ કરવાની માંગણી કરી છે.

  પીસીબીને મળ્યું સમન્સ
  આ અરજીના જવાબમાં ગુજરાંવાલા સિવિલ કોર્ટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધિકારીઓને સમન્સ મોકલાવ્યું છે. જિયો ન્યૂઝના મતે ભારત સામે પરાજય પછી પીસીબી ગર્વનિંગ બોર્ડે ટીમ મેનજમેન્ટમાં મોટો ફેરફાર કરી શકે છે. પીસીબી ગર્વનિંગ બોર્ડની આ બેઠક બુધવારે લાહોરમાં થવાની છે.

  આ પણ વાંચો - પાકિસ્તાનને પછાડ્યા પછી ભારત રંગમાં, હવે આવો છે કાર્યક્રમ

  ન્યૂઝ રિપોર્ટ પ્રમાણે પીસીબી ટીમ મેનેજમેન્ટના ઘણા સભ્યોને હટાવી શકે છે, જેમાં કોચ અને પસંદગીકારો પણ સામેલ છે. પાકિસ્તાનના કોચ મિકી આર્થર, ટીમ મેનેજર તલાત અલી અને બોલિંગ કોચ અઝહર મહમુદને હટાવાય તેવી સંભાવના છે. રિપોર્ટ પ્રમાણે સિલેક્શન કમિટીને પણ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. પીસીબી ગર્વનિંગ બોર્ડની બેઠક માટે તેના મેનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાને પોતાનો વિદેશ પ્રવાસ પણ અડધેથી પડતો મુક્યો છે. તે બુધવારે લાહોરની બેઠકમાં ભાગ લેશે.
  Published by:Ashish Goyal
  First published: