મેચ દરમિયાન અચાનક રુટના નાકમાંથી આવવા લાગ્યું લોહી, મેચ અટકાવી દીધી

મેચ દરમિયાન અચાનક રુટના નાકમાંથી આવવા લાગ્યું લોહી

આ ઘટના મેચની 26મી ઓવરમાં બની હતી

 • Share this:
  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ઇંગ્લેન્ડના બેટ્સમેન જો રુટના નાકમાંથી અચાનક લોહી વહેવા લાગ્યું હતું. આ સમયે બધાના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટના મેચની 26મી ઓવરમાં બની હતી. તે સમયે રુટ અને બેરિસ્ટો બેટિંગ કરી રહ્યા હતા. ત્યારે રુટના નાકમાંથી અચાનક લોહી વહેવા લાગ્યું હતું. જેના કારણે થોડા સમય માટે રમતને અટકાવી દેવામાં આવી હતી.

  આ ઘટનાના કારણે ઇંગ્લેન્ડના ફિઝીયો મેદાન ઉપર આવી ગયા હતા અને રુટની સારવાર કરી હતી. જોકે સારી વાત એ રહી કે રુટના નાકમાંથી નિકળી રહેલું લોહી તરત બંધ થઈ ગયું હતું. રુટના નાકમાંથી લોહી કેમ નિકળ્યું હતું તેનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. આ ઘટના પછી પણ રુટે રમવાનું ચાલું રાખ્યું હતું. આ પછી રુટ 25 બોલમાં 24 રન બનાવી બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો.

  આ પણ વાંચો - ચારુલતા પટેલ : 1983માં કપિલ દેવ, હવે કોહલીનો ઉત્સાહ વધાર્યો

  રુટે ઇતિહાસ રચ્યો
  વર્લ્ડ કપમાં રુટ શાનદાર ફોર્મમાં છે. જો રુટે વર્લ્ડ કપમાં 500 રન ફટકારી દીધા છે. રુટ ઇંગ્લેન્ડનો પ્રથમ ખેલાડી છે જેણે આ વર્લ્ડ કપમાં 500 રન બનાવવાની સિદ્ધિ મેળવી છે. રુટે આ વર્લ્ડ કપમાં 71.42ની એવરેજથી રન બનાવ્યા છે. તેની સ્ટ્રાઇક રેટ 90થી ઉપર છે. તેના નામે બે સદી છે.
  Published by:Ashish Goyal
  First published: