Home /News /sport /

વોર્નર-સ્મિથ સાથે મેદાનમાં ખરાબ વર્તણૂક, પ્રશંસકોએ કહ્યું -અહીંથી નિકળો

વોર્નર-સ્મિથ સાથે મેદાનમાં ખરાબ વર્તણૂક, પ્રશંસકોએ કહ્યું -અહીંથી નિકળો

(AP Photo/Alastair Grant)

સાઉથહેમ્પટનમાં રમાયેલ આ મુકાબલામાં વોર્નર અને સ્મિથ જ્યારે પણ સ્ટ્રાઇક ઉપર આવ્યા તો દર્શકો તેમનું ધ્યાન ભંગ કરવા માટે નારા લગાવતા હતા

    ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન સ્ટિવ સ્મિથ અને ડેવિડ વોર્નરને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરુ થતા પહેલા ઇંગ્લેન્ડના દર્શકો પાસેથી મેણા-ટોણા સાંભળવા પડી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં જ્યારે આ બેટ્સેન ક્રિઝ ઉપર આવ્યા તો સ્ટેડિયમમાં હાજર રહેલા દર્શકોએ ચીટ-ચીટ (દગાખોર)ના નારા લગાવ્યા હતા. સાઉથહેમ્પટનમાં રમાયેલ આ મુકાબલામાં વોર્નર અને સ્મિથ જ્યારે પણ સ્ટ્રાઇક ઉપર આવ્યા તો દર્શકો તેમનું ધ્યાન ભંગ કરવા માટે નારા લગાવતા હતા. આ બંને જ્યારે સ્ટેડિયમમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે પણ મેદાનમાં ચીટ-ચીટના નારા લાગ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે સ્મિથ અને વોર્નર ગત વર્ષે દક્ષિણ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટ મેચ દરમિયાન બોલ સાથે છેડછાડ કરવાના દોષિત સાબિત થયા હતા. આ બંને સાથે ઓપનર બેટ્સમેન કેમરુન બેનક્રોફ્ટ પણ આ ગુનામાં સામેલ હતો. ત્રણેય ઉપર એક વર્ષ માટે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મુકી દીધો હતો.

    ડેવિડ વોર્નર જ્યારે બેટિંગ કરવા આવ્યો હતો ત્યારે એક પ્રશંસકે જોરથી કહ્યું હતું - દગાખોર વોર્નર બહાર નિકળી જાવ. આ પછી જ્યારે સ્મિથ મેદાનમાં આવ્યો ત્યારે પણ આવી વાત કહી હતી. આ બંને સામે ઇંગ્લેન્ડના પ્રશંસકો અને અને બાર્મી-આર્મીએ નારેબાજી કરી હતી. બાર્મી આર્મી ઇંગ્લેન્ડના પ્રશંસકોનું એક ગ્રૂપ છે. આ ગ્રુપ ઇંગ્લેન્ડની ટીમ જ્યાં પણ રમે ત્યાં જાય છે.

    આ પણ વાંચો - ઇંગ્લેન્ડની ટીમે 2019ની કિટ જાહેર કરી, 27 વર્ષ જૂનો દાવ ખેલ્યો

    (AP Photo/Alastair Grant)


    બાર્મી આર્મીએ આ પહેલા ચેતાવણી આપી હતી કે વોર્નર અને સ્મિથને તંગ કરવામાં કોઈ કમી રાખશે નહીં. બ્રિટનના અખબાર ‘ડેલી મિરર’ પ્રમાણે ડેવિડ વોર્નરે વર્લ્ડ કપ દરમિયાન સુરક્ષા આપવા કહ્યું છે. વોર્નરની પત્ની પ્રગ્નેટ છે અને તે બ્રિટનમાં જ પોતાના ત્રીજા બાળકને જન્મ આપી શકે છે.

    વોર્મઅપ મેચમાં સ્ટિવ સ્મિથના 116 રનની મદથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 9 વિકેટે 297 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 258 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Cricket world cup 2019, David warner, England, England fans, ICC Cricket World Cup 2019, Steve smith

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन