Home /News /sport /

વર્લ્ડ કપમાં બનશે 500 રન! ટૂર્નામેન્ટ માટે બદલ્યું સ્કોરબોર્ડ

વર્લ્ડ કપમાં બનશે 500 રન! ટૂર્નામેન્ટ માટે બદલ્યું સ્કોરબોર્ડ

વર્લ્ડ કપમાં બનશે 500 રન! ટૂર્નામેન્ટ માટે બદલ્યું સ્કોરબોર્ડ

ઇંગ્લેન્ડમાં હાલ જે રીતને સપાટ પિચ જોવા મળે છે તે જોતા લાગી રહ્યું છે કે 500 રનનો સ્કોર પણ પ્રથમ વખત વર્લ્ડ કપમાં જોવા મળી શકે છે

    ઇંગ્લેન્ડમાં 30 મે થી શરુ થઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં વન-ડે મેચમાં એક ઇનિંગ્સમાં 500 રન બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જે ધ્યાનમાં રાખી યજમાન ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે સ્કોરબોર્ડમાં ફેરફાર કરી દીધો છે. નવા સ્કોરબોર્ડની ડિઝાઈનમાં 500 રન સુધીનો સ્કોર કરી દેવામાં આવ્યો છે. વર્લ્ડ કપ પહેલા ઇંગ્લેન્ડની ધરતી ઉપર રમાય રહેલી વન-ડે શ્રેણીમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડની ટીમ આરામથી 350 કરતા વધારે રન બનાવી રહી છે. આ શ્રેણીમાં બનનાર સ્કોરથી વર્લ્ડ કપમાં રનનો વરસાદ થવાની ધારણા છે.

    ઇંગ્લેન્ડના અખબાર ડેલી ટેલિગ્રાફના મતે દર્શક જે સ્કોરબોર્ડ ખરીદે છે તેમાં રનનો રેકોર્ડ હોય છે. વર્લ્ડ કપ માટે પહેલા એવા સ્કોરબોર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં સ્કોર 400 રનનો હતો. ગત સપ્તાહે ટૂર્નામેન્ટ નિર્દેશક સ્ટીવ એલવર્દીએ અનુભવ્યું કે તેને નવેસરથી તૈયાર કરવા જોઈએ જેમાં 500 રન પણ આવી જાય.

    ઇસીબીના મુખ્ય કાર્યકારી ટોમ હેરીસને જણાવ્યું હતું કે અમારે સ્કોરબોર્ડની સ્કેલ બદલવી પડી. જેને 500 કરી દેવાયો છે. કોણ જાણે આ વર્લ્ડ કપમાં 500 રનનો ઇતિહાસ બની જાય.

    આ પણ વાંચો - વર્લ્ડ કપમાં નંબર 4 ઉપર આ ખેલાડી બતાવી ચૂક્યા છે દમ, કોહલીનો છે આવો રેકોર્ડ

    ઇંગ્લેન્ડમાં દર્શક એક-બે પાઉન્ડમાં મેચનો પ્રિન્ટેડ સ્કોરબોર્ડ પણ ખરીદી શકે છે. આ સ્કોરબોર્ડ યાદગારના રુપમાં હોય છે. આ સ્કોરબોર્ડમાં હવે 500 રન બનવાના આંકડા નોંધાવી શકાય છે.

    ઇંગ્લેન્ડે ગત વર્ષે ઓસ્ટ્રેલિયા સામે વન-ડેમાં 6 વિકેટે 481 રન બનાવ્યા હતા. પાકિસ્તાન સામે બીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે 3 વિકેટે 373 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 361 રન બનાવ્યા હતા. ત્રીજી વન-ડેમાં પાકિસ્તાને 359 રનના લક્ષ્યાંકને ઇંગ્લેન્ડે 45મી ઓવરમાં વટાવી લીધો હતો. ઇંગ્લેન્ડમાં હાલ જે રીતને સપાટ પિચ જોવા મળે છે તે જોતા લાગી રહ્યું છે કે 500 રનનો સ્કોર પણ પ્રથમ વખત વર્લ્ડ કપમાં જોવા મળી શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Scorecard, World cup 2019

    આગામી સમાચાર