વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમે બાંગ્લાદેશ સામે પ્લેઈંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા છે. કુલદીપ યાદવના સ્થાને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને કેદાર જાધવના સ્થાને વિકેટકીપર દિનેશ કાર્તિકનો સમાવેશ કરાયો હતો.
ટીમ ઇન્ડિયાનું કોમ્બિનેશન જોવા જઈએ તો તેમાં રવીન્દ્ર જાડેજાનો સમાવેશ થઈ શકતો હતો. જોકે બે ફેરફારમા તેનું નામ ન હતું. દિનેશ કાર્તિક પ્રથમ વખત મેદાનમાં ઉતર્યો છે. કાર્તિકની પસંદગી એટલા માટે પણ રસપ્રદ છે કે તેનો વિકેટકીપર તરીકે નહીં પણ બેટ્સમેન તરીકે ટીમમાં સમાવેશ કર્યો છે. ઘણા ઓછો લોકો જાણતા હશે કે દિનેશ કાર્તિકે એમએસ ધોની પહેલા વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. કાર્તિકે 5 સપ્ટેમ્બર 2004ના રોજ ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે ધોનીએ તેના ત્રણ મહિના પછી 23 ડિસેમ્બર 2004માં ચટગાવમાં બાંગ્લાદેશ સામે વન-ડે કારકિર્દીની શરુઆત કરી હતી.
દિનેશ કાર્તિકને પ્રથમ વખત પ્લેઇંગ ઇલેવનમાં તક મહેન્દ્ર સિંહ ધોનીએ દિનેશ કાર્તિક પછી ડેબ્યૂ કર્યું હતું.જોકે ધોની ટીમ તરફથી 2011, 2015 અને 2019 મળીને કુલ ત્રણ વન-ડે વર્લ્ડ કપ રમ્યો છે. જ્યારે કાર્તિકનો આ બીજો વર્લ્ડ કપ છે. તે 2007ના વર્લ્ડ કપમાં ટીમનો ભાગ હતા પણ ત્યારે તેને એકપણ મેચ રમવાની તક મળી ન હતી. તેને પ્રથમ વખત પ્લેઇંગ ઇલેવનમાં તક મળી છે.
અંતિમ બોલે સિક્સરનું ઇનામ માનવામાં આવે છે કે દિનેશ કાર્તિકને 18 માર્ચ, 2018ના રોજ નિધાસ ટ્રોફીની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાને જીત અપાવવાનું ઇનામ મળ્યું છે. કોલંબોમાં રમાયેલી આ મેચમાં ભારતને અંતિમ 12 બોલમાં 34 રનની જરુર હતી. ત્યારે કાર્તિકે 19મી ઓવરમાં 22 રન ફટકાર્યા હતા. 20મી ઓવરના અંતિમ બોલે ભારતને જીતવા માટે 5 રનની જરુર હતી. કાર્તિકે રુબેલ હુસૈનની ઓવરમાં સિક્સર ફટકારી ટીમને ઐતિહાસિક જીત અપાવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર