Home /News /sport /

માન્ચેસ્ટરમાં વરસાદ, શું ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ ધોવાઈ જશે?

માન્ચેસ્ટરમાં વરસાદ, શું ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મેચ ધોવાઈ જશે?

ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો મુકાબલો માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર રમાશે

ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો આ મુકાબલો માન્ચેસ્ટરના એ જ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર રમાશે જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું

    ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019માં ગુરુવારે વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે. આ ટીમ ઇન્ડિયાનો છઠ્ઠો મુકાબલો છે. ભારતીય ટીમનો ચાર મેચમાં વિજય થયો છે અને એક મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ છે. ભારત હજુ સુધી એકપણ મેચ હાર્યું નથી. બીજી તરફ વેસ્ટ ઇન્ડીઝની ટીમનો ચાર મેચમાં પરાજય થયો છે અને તે સેમિ ફાઇનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જેથી તેની પાસે ગુમાવવા જેવું કશું જ નથી.

    ભારત અને વેસ્ટ ઇન્ડીઝનો આ મુકાબલો માન્ચેસ્ટરના એ જ ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન ઉપર રમાશે. જ્યાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. આવા સમયે માન્ચેસ્ટરના મોસમ પર બધા ક્રિકેટ પ્રશંસકોની નજર છે. આ મેચમાં વરસાદ વિલન બનશે કે મેચ પુરી 50 ઓવરની રમાશે તે વિશે બધા જાણવા માંગે છે.

    આ પણ વાંચો - વર્લ્ડ કપમાં ભારતની ‘ભગવી’ જર્સી સામે કોંગ્રેસ-સપાનો વિરોધ; ICCએ આપ્યો જવાબ

    જોવા મળી રહ્યા છે વાદળો
    ભારતીય ટીમ જ્યાં રમવા જાય છે ત્યાં તેની સાથે વાદળો પણ પહોંચી જાય છે. માન્ચેસ્ટરમાં ફરીથી આમ બની રહ્યું છે. રવિવારે સાંજથી અટકી-અટકીને વરસાદ થઈ રહ્યો છે. મંગળવારે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ હતી. મંગળવારે જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો હતો. પ્રેક્ટિસ સેશન ધોવાઈ જતા ભારતીય ટીમે ઇન્ડોર પ્રેક્ટિસ કરી હતી.

    મેચમાં વરસાદ નહીં બને વિલન
    મંગળવારે જોરદાર વરસાદ પછી મોસમ વિભાગની આગાહી છે કે આગામી બે દિવસ વરસાદથી રાહત મળી શકે છે. મોસમ વિભાગના મતે આગામી બે દિવસ તડકો રહે તેવી સંભાવના છે. આગામી બે દિવસ વરસાદ પડશે નહીં. મોસમ વિભાગના પ્રવક્તા ગ્રાહમ મૈજે આ જાણકારી આપી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: ICC Cricket World Cup 2019, Manchester, Team india, West indies

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन