દક્ષિણ આફ્રિકાને મોટો ફટકો, સ્ટેઈન વર્લ્ડ કપમાંથી બહાર

News18 Gujarati
Updated: June 4, 2019, 5:29 PM IST
દક્ષિણ આફ્રિકાને મોટો ફટકો, સ્ટેઈન વર્લ્ડ કપમાંથી બહાર
દક્ષિણ આફ્રિકાને મોટો ફટકો, સ્ટેઈન વર્લ્ડ કપમાંથી બહાર

સ્ટેઈનના સ્થાને ટીમમાં ડાબોડી ફાસ્ટ બોલર બ્યૂરન હેન્ડરિક્સનો સમાવેશ કરાયો

  • Share this:
વર્લ્ડ કપમાં પોતાની બંને મેચો ગુમાવી ચુકેલ દક્ષિણ આફ્રિકાની ટીમને વધુ એક ફટકો પડ્યો છે. ટીમનો સ્ટાર બેટ્સમેન ડેલ સ્ટેઈન ખભાની ઈજામાંથી બહાર આવી શકવામાં અસફળ રહેતા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. આ ઈજાના કારણે સ્ટેઈન આઈપીએલ પણ રમી શક્યો ન હતો અને વર્લ્ડ કપની શરુઆતની બે મેચો પણ ગુમાવી હતી.

સ્ટેઈને 2016માં ખભાની સર્જરી કરાવી હતી. તે ખભાની પરેશાનીથી ઘણા લાંબા સમયથી ઝઝુમી રહ્યો છે. તેની આ પરેશાની ફરી એક વખત સામે આવી છે. આ કારણે તે વર્લ્ડ કપમાં ટીમ માટે ઉપલબ્ધ રહી શકશે નહીં. સ્ટેઈનના સ્થાને ટીમમાં ડાબોડી ફાસ્ટ બોલર બ્યૂરન હેન્ડરિક્સનો સમાવેશ કરાયો છે. હેન્ડરિક્સ પોતાની પ્રથમ વન ડે મેચ આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાન સામે રમ્યો હતો. તેણે બે મેચમાં 1 વિકેટ ઝડપી છે. ટી-20માં તેનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે. તેણે 10 ટી-20માં 16 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો - આવી છે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીઓની તાકાત અને નબળાઇ

દક્ષિણ આફ્રિકા 5 જૂને ભારત સામે રમશે. આ મેચ તેના માટે કરો યા મરો સમાન છે. આ પહેલા તેનો પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે અને બીજી મેચમાં બાંગ્લાદેશ સામે પરાજય થયો છે. સ્ટેઈન બહાર થતા ટીમના બોલરો પર વધારાનું દબાણ આવી ગયું છે.
First published: June 4, 2019, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading