Home /News /sport /

Aus vs Eng : ફિન્ચની સદી, ઓસ્ટ્રેલિયાનો સેમિ ફાઇનલમાં પ્રવેશ

Aus vs Eng : ફિન્ચની સદી, ઓસ્ટ્રેલિયાનો સેમિ ફાઇનલમાં પ્રવેશ

ઇંગ્લેન્ડનો 64 રને પરાજય, ઇંગ્લેન્ડ માટે સેમિ ફાઇનલનો રસ્તો હવે મુશ્કેલ બન્યો, ઓસ્ટ્રેલિયા 12 પોઇન્ટ સાથે ટોચના સ્થાને

ઇંગ્લેન્ડનો 64 રને પરાજય, ઇંગ્લેન્ડ માટે સેમિ ફાઇનલનો રસ્તો હવે મુશ્કેલ બન્યો, ઓસ્ટ્રેલિયા 12 પોઇન્ટ સાથે ટોચના સ્થાને

    એરોન ફિન્ચની સદી (100) અને ડેવિડ વોર્નરની અડધી સદી (53) પછી બેહરનડોર્ફ (5 વિકેટ) અને મિચેલ સ્ટાર્ક (4 વિકેટ)ના ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી ઓસ્ટ્રેલિયાએ આઈસીસી વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે 64 રને વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડ 44.4 ઓવરમાં 221 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

    આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ 12 પોઇન્ટ સાથે પોતાનું સ્થાન સેમિ ફાઇનલમાં  બનાવી દીધું છે. બીજી તરફ ઇંગ્લેન્ડ માટે સેમિ ફાઇનલનો રસ્તો હવે મુશ્કેલ બની ગયો છે. ઇંગ્લેન્ડ 7 મેચમાં 8 પોઇન્ટ સાથે ચોથા ક્રમાંકે છે.

    જેમ્સ વિન્સે 00 અને રુટ 8 રને આઉટ થતા ઇંગ્લેન્ડની શરુઆત ખરાબ રહી હતી. ઇંગ્લેન્ડે 15 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. મોર્ગન પણ 4 રન બનાવી આઉટ થતા ઇંગ્લેન્ડ સંકટમાં મુકાયું હતું. બેરિસ્ટો સારી શરુઆતને મોટો સ્કોરમાં ફેરવી ન શકતા 27 રને આઉટ થયો હતો.

    બેન સ્ટોક્સે બાજી સંભાળતા 75 બોલમાં 5 ફોર સાથે અડધી સદી પૂરી કરી હતી. જોકે બીજી તરફ બટલર 25 રને સ્ટોનિસની ઓવરમાં આઉટ થયો હતો. સ્ટોક્સ 115 બોલમાં 8 ફોર અને 2 સિક્સર ફટકારી 89 રને સ્ટાર્કનો શિકાર બન્યો હતો. આ પછી ઇંગ્લેન્ડનો પરાજય નિશ્ચિત બન્યો હતો.  બેહરનડોર્ફે 5 વિકેટ અને મિચેલ સ્ટાર્ક 4 વિકેટ ઝડપી હતી.

    અગાઉ ઓસ્ટ્રેલિયાને ડેવિડ વોર્નર અને ફિન્ચે શાનદાર શરુઆત અપાવી હતી. ફિન્ચે 61 બોલમાં 9 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. જ્યારે વોર્નરે 52 બોલમાં 6 ફોર સાથે અડધી સદી ફટકારી હતી. જોકે ફિન્ચ અડધી સદી બાદ 53 રને અલીનો શિકાર બન્યો હતો. ફિન્ચ અને વોર્નર વચ્ચે 123 રનની ભાગીદારી નોંધાઈ હતી. ખ્વાજા 23 રન બનાવી સ્ટોક્સનો શિકાર બન્યો હતો.

    ફિન્ચે શાનદાર પ્રદર્શન કરતા 116 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે સદી ફટકારી હતી. જોકે તે સદી બાદ આર્ચરનો શિકાર બન્યો હતો. મેક્સવેલ 12 અને સ્ટોનિસ 8 રને આઉટ થતા ઓસ્ટ્રેલિયાએ 228 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. સ્મિથ 38 અને કમિન્સ 1 રને આઉટ થયો હતો.

    બંને ટીમો આ પ્રમાણે

    ઇંગ્લેન્ડ - જોની બેરિસ્ટો, જેમ્સ વિન્સે, જો રુટ, ઇયોન મોર્ગન, બેન સ્ટોક્સ, જોશ બટલર, મોઈન અલી, ક્રિસ વોક્સ, અદિલ રાશિદ, જોફ્રા આર્ચર, માર્ક વુડ.

    ઓસ્ટ્રેલિયા - એરોન ફિન્ચ, ડવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, સ્ટિવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, સ્ટોનિસ, કારેય, કમિન્સ, નાથન લાયન, મિચેલ સ્ટાર્ક, બેહરાનડોર્ફ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Australia, Cricket world cup 2019, England, ICC Cricket World Cup 2019, Live Cricket Match, Live Cricket Score, Live Cricket Score Updates, World cup 2019, આઇસીસી

    આગામી સમાચાર