Home /News /sport /વેસ્ટ ઇન્ડીઝને મોટો ફટકો, આન્દ્રે રસેલ વર્લ્ડ કપમાંથી બહાર

વેસ્ટ ઇન્ડીઝને મોટો ફટકો, આન્દ્રે રસેલ વર્લ્ડ કપમાંથી બહાર

વેસ્ટ ઇન્ડીઝને મોટો ફટકો, આન્દ્રે રસેલ વર્લ્ડ કપમાંથી બહાર

રસેલના સ્થાને સુનીલ એમ્બ્રિસનો વિન્ડીઝની ટીમમાં સમાવેશ કરાયો

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ઈજાનો સિલસિલો યથાવત્ છે. ઈજાના કારણે વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. રસેલના ડાબા ઘૂંટણમાં ઈજા થઈ છે. રસેલના સ્થાને સુનીલ એમ્બ્રિસનો વિન્ડીઝની ટીમમાં સમાવેશ કરાયો છે. તમને જણાવી દઈએ કે રસેલની ફિટનેસ ઘણી ખરાબ છે, તે દરેક મેચમાં ઇજાગ્રસ્ત થઈ રહ્યો હતો. બોલિંગ દરમિયાન તે ઘણી વખત લંગડાતો જોવા મળતો હતો. આમ છતા તે મેચમાં ઉતરતો હતો.

વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન
આઈસીસી વર્લ્ડ કપ 2019માં વેસ્ટ ઇન્ડીઝને આન્દ્રે રસેલ પાસે ઘણી આશા હતી પણ તે ખરો ઉતર્યો ન હતો. રસેલે આ વર્લ્ડ કપની ત્રણ ઇનિંગ્સમાં ફક્ત 36 રન બનાવ્યા છે. તેનો બેસ્ટ સ્કોર 21 રનનો છે. બોલિંગમાં તેણે પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરીને પોતાની ટીમને જીત અપાવી હતી. જોકે આ પછી ખરાબ ફિટનેસે તેની બોલિંગ ઉપર અસર કરી હતી અને 4 મેચમાં 5 વિકેટ જ ઝડપી શક્યો હતો.

આ પણ વાંચો - ICC World Cup: ...તો સેમીફાઇનલમાં ફરી ટકરાઈ શકે છે ભારત-પાકિસ્તાન!

સુનીલ એમ્બ્રિસ


કોણ છે સુનીલ એમ્બ્રિસ
સુનીલ એમ્બ્રિસ રાઇટ હેન્ડેડ બેટ્સમેન છે. તેની વન-ડેમાં 105.33ની એવરેજ છે. સુનીલે વિન્ડીઝ તરફથી 6 વન-ડેમાં 316 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક સદી સામેલ છે. સુનીલે આયરલેન્ડ સામે 126 બોલમાં 148 રન બનાવ્યા હતા. સુનીલના નામે એક અણગમતો રેકોર્ડ પણ છે. સુનીલ ટેસ્ટ ડેબ્યૂમાં પ્રથમ બોલે જ હિટ વિકેટ થયો હતો. 140 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય કોઈ ખેલાડી ડેબ્યૂ દરમિયાન પ્રથમ બોલે હિટવિકેટ થયો ન હતો.
First published:

Tags: Andre russell, ICC Cricket World Cup 2019, World cup