વોર્મ-અપ મેચ હાર્યા બાદ કોહલીની સ્પષ્ટતા, જાણો કોનો કર્યો બચાવ

News18 Gujarati
Updated: May 26, 2019, 9:13 AM IST
વોર્મ-અપ મેચ હાર્યા બાદ કોહલીની સ્પષ્ટતા, જાણો કોનો કર્યો બચાવ
વિરાટ કોહલી (AP Photo/Aijaz Rahi)

કોહલીએ હાર બાદ સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયા પોતાની રણનીતિને લાગુ ન કરી શકી

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આઈસીસી વર્લ્ડ કપ 2019ની પહેલી વોર્મ-અપ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે 6 વિકેટથી હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટોપ ઓર્ડરનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે આકાશમાં વાદળ હોવાની કંડીશનમાં ટોપ ઓર્ડર નિષ્ફળ રહેતા નીચેના ક્રમની ટીમ માટે તૈયાર રહેવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ ભારતીય ટીમ 39.2 ઓવરમાં 179 રન પર સમેટાઈ ગઈ. તેમાં રવિન્દ્ર જાડેજાએ 50 બોલમાં 54 રન અને હાર્દિક પંડ્યાએ 37 બોલમાં 30 રન કર્યા. ન્યૂઝીલેન્ડની ટીમે 37.1 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 180 રન કરીને 6 વિકેટથી જીત મેળવી લીધી.

કોહલીએ હાર બાદ માન્યું કે તેની ટીમ પોતાની રણનીતિને લાગુ ન કરી શકી. તેણે કહ્યું કે, અમે યોજના મુજબ ન રમી શક્યા. જોકે, આગળ સારો પડકાર મળશે. ઈંગ્લેન્ડમાં જ્યારે કેટલાક મેદાનમાં વાદળછાયું વાતાવરણ હોય તો તમે આ પ્રકારની આશા કરી શકો છો. 50 રન પર ચાર વિકેટ ગુમાવ્યા બાદ 180 રન કરવા સારો પ્રયાસ છે. વિશ્વ કપ જેવી ટૂર્નામેન્ટમાં ક્યારેક-ક્યારેક ટોપ ઓર્ડર ફેલ થઈ શકે છે તેથી હાર્દિકે રન કર્યા. મહેન્દ્ર સિંહ ધોનીએ દબાણ ઓછું કર્યું અને જાડેજાથી અડધી સદી કરવી કંઈક સકારાત્મક બાબતો હતી.

આ પણ વાંચો, વર્લ્ડ કપ વોર્મ-અપ મેચ : ભારતના બેટ્સમેનોનો ધબડકો, 6 વિકેટે પરાજય

ભારતની બોલિંગ વિશે કોહલીએ કહ્યું કે, અમે સારી બોલિંગ કરી. તેઓ ચાર-સાડા ચાર પ્રતિ ઓવરથી રન કરી રહ્યા હતા અને તેને જોઈએ તો અમે સારું પ્રદર્શન કર્યું. ફિલ્ડર્સે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. અમે તમામ ત્રણેય વિભાગોમાં પ્રદર્શન સુધારવું પડશે.

ટીમ ઈન્ડિયા હવે મંગળવારે બાંગ્લાદેશની વિરુદ્ધ પોતાની બીજી તથા અંતિમ પ્રેક્ટિસ મેચ રમશે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની મેચથી પોતાના અભિયાનની શરૂઆત કરશે.
First published: May 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading