ન્યૂઝ18 ગુજરાતી : પાકિસ્તાન સામે થયેલી એરફોર્સની કાર્યવાહીમાં વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની બહાદુરીની ચર્ચા માત્ર ભારત સુધી સીમિત નથી રહી. તેમના પરાક્રમને સમગ્ર દુનિયા પણ માને છે. પરંતુ એક પાકિસ્તાની ટીવી ચેનલે અભિનંદનની મજાક ઉડાવતી એક જાહેરાત બનાવી છે.
16 જૂને આઈસીસી વર્લ્ડ કપ 2019માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે લીગ મુકાબલો થવા જઈ રહ્યો છે. એવામાં સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની જાહેરાત વાયરલ થઈ રહી છે. તેમાં એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના લુકમાં એક પાકિસ્તાની મોડલ ક્રિકેટ પર વાત કરતો જોવા મળી રહ્યો છે.
અભિનંદન જેવી મૂછો રાખીને દર્શાવાયો મોડલ
નોંધનીય છે કે, વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પાકિસ્તાન સામેના હવાઈ હુમલામાં ભૂલથી પાકિસ્તાન પહોંચી ગયો હોત. પાકિસ્તાની આર્મીએ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. જોકે, બે દિવસની અંદર વિંગ કમાન્ડરને સહી-સલામત પરત મોકલવા પડ્યા હતા. જાહેરાતમાં દેખાતા મોડલને અભિનંદનનો લુક આપવામાં આવ્યો છે. તેણે વિંગ કમાન્ડર જેવી મૂછો પણ રાખી છે. કસ્ટડી દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદને જે અંદાજમાં પાકિસ્તાની આર્મીના સવાલોના જવાબ આપ્યા હતા, મોડલ પણ તેવા જ અંદાજમાં બોલી રહ્યો છે.
વીડિયોમાં અભિનંદનના લુક-અલાઇકથી 16 જૂને રમાનારી ભારત-પાકિસ્તાનની મેચ વિશે સવાલ પૂછવામાં આવી રહ્યા છે. ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન શું હશે? ટીમ ઇન્ડિયાની પાકિસ્તાન સામે સ્ટ્રેટેજી શું હશે? આ તમામ સવાલોના જવાબમાં મોડલ કહી રહ્યો છે- "I’m sorry, I am not supposed to tell you this” (મને માફ કરજો, હું આપને આ જાણકારી નહીં આપી શકું).
વીડિયોમાં મોડલ અભિનંદનના અંદાજમાં ચા પીતો પણ નજરે પડે છે. જોકે, કસ્ટડી દરમિયાન જાહેર થયેલા વીડિયોમાં વિંગ કમાન્ડર અભિનંદન ઘણો શાંત દેખાઈ રહ્યા હતા. બીજી તરફ, આ જાહેરાતમાં અભિનંદન બનેલો પાકિસ્તાની મોડલ ઘણો ડરેલો અને થોડો ચિડીયા સ્વભાવનો જોવા મળી રહ્યો છે.
પાકિસ્તાને તૈયાર કર્યો હતો અભિનંદનનો ચા પીતો ફેક વીડિયો
આ પહેલા પાકિસ્તાને એક ચાની જાહેરાતમાં પણ અભિનંદનનો ફેક વીડિયોનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના કરાચીમાં ટપાલ ચા ખૂબ વેચાય છે. આ જાહેરાતમાં દેખાઈ રહ્યું છે કે એક મહિલા પોતાની ઘરની બાલકનીમાં ઊભી રહીને દૂરબીનથી જોઈ રહી છે. દૂરબીનની બીજી બાજુ તેને અભિનંદન વર્ધમાન ટપાલ ચા પીતો દેખાય છે. જાહેરાતના અંતમાં અભિનંદન ચાની ચુસ્કી લેતા કહી રહ્યા છે- ટી ઈઝ ફેનટાસ્ટિક, થેંન્ક્યૂ.
આપને જણાવી દઈએ કે પાકિસ્તાનના એક-16 પ્લેનને 27 ફેબ્રુઆરીએ તોડી પાડ્યા બાદ અભિનંદનનું મિગ-21 પ્લેન પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ક્રેશ થઈ ગયું હતું. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. ત્યારબાદ પાકિસ્તાની સેનાએ અભિનંદનનો એક વાયરલ કર્યો હતો, જેમાં તેમને ચા પીતા દર્શાવવામાં આવ્યા હતા.